ધોળા ગામે પાટીદાર ખેડૂત ઉપર થયેલ અત્યાચાર ને લઈને પાટીદાર આગેવાન પોહચ્યા ધોળા ગામે

Bhavnagar Dhol Village Farmer Crop Damage: ઉમરાળા તાલુકાના ધોળા ગામે 68 વર્ષીય વૃદ્ધ ખેડૂતના ખેતરમાં પશુઓ ઘુસાડીને ઉભા પાકને નુકસાન કરાયાનો આક્ષેપ સામે આવ્યો છે. ઘટનાની જાણ થતાં પાટીદાર આગેવાનો ધોળા ગામે પહોંચ્યા હતા અને ખેડૂત પરિવારને હૂંફ આપી સમગ્ર મામલે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. 10 વીઘાના કપાસના પાકને નુકસાનનો આક્ષેપ મળતી માહિતી મુજબ, ધોળા ગામના 68 વર્ષીય...
Rupin Bakraniya
Rupin Bakraniya
ધોળા ગામે પાટીદાર ખેડૂત ઉપર થયેલ અત્યાચાર ને લઈને પાટીદાર આગેવાન પોહચ્યા ધોળા ગામેધોળા ગામે પાટીદાર ખેડૂત ઉપર થયેલ અત્યાચાર ને લઈને પાટીદાર આગેવાન પોહચ્યા ધોળા ગામે

Bhavnagar Dhol Village Farmer Crop Damage: ઉમરાળા તાલુકાના ધોળા ગામે 68 વર્ષીય વૃદ્ધ ખેડૂતના ખેતરમાં પશુઓ ઘુસાડીને ઉભા પાકને નુકસાન કરાયાનો આક્ષેપ સામે આવ્યો છે. ઘટનાની જાણ થતાં પાટીદાર આગેવાનો ધોળા ગામે પહોંચ્યા હતા અને ખેડૂત પરિવારને હૂંફ આપી સમગ્ર મામલે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

10 વીઘાના કપાસના પાકને નુકસાનનો આક્ષેપ
મળતી માહિતી મુજબ, ધોળા ગામના 68 વર્ષીય ખેડૂત બાબુભાઈ નાવડિયાના ખેતરમાં અસામાજિક તત્વો દ્વારા ઢોર ચરાવવા માટે પશુઓ ઘુસાડવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જેના કારણે આશરે 10 વીઘામાં ઉભેલા કપાસના પાકને નુકસાન થયું હોવાનું જણાવાયું છે. ખેડૂતના જણાવ્યા મુજબ, આ ઘટનાથી તેમને અંદાજે રૂ. 3.5 લાખનું આર્થિક નુકસાન થયું છે.

વૃદ્ધ ખેડૂતની વેદના સામે આવી
ઘટના બાદ વૃદ્ધ ખેડૂત બાબુભાઈ નાવડિયાએ પોતાની વ્યથા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, “આના કરતાં તો આતંકવાદી સારા.” તેમણે વધુમાં પોતાની વ્યથા વ્યક્ત કરતાં કહ્યું હતું કે, “હવે તો મને ગોળી મારી દો કે મારી લાશ કરી નાખો, હવે હું થાકી ગયો છું.” ખેડૂતની આ વેદના સામે આવતા ઘટનાસ્થળે હાજર લોકોમાં પણ રોષ જોવા મળ્યો હતો.

પાટીદાર આગેવાન વિજય માંગુકિયા ધોળા ગામે પહોંચ્યા
સમગ્ર મામલાની જાણ થતાં પાટીદાર આગેવાન વિજયભાઈ માંગુકિયા સહિતના આગેવાનો ધોળા ગામે પહોંચ્યા હતા. તેમણે ખેડૂત પરિવાર સાથે મુલાકાત કરી તેમને હૂંફ આપી હતી. વિજયભાઈ માંગુકિયાએ જણાવ્યું હતું કે ગામડાઓની સામાજિક સમરસતા જાળવવા માટે આવા અસામાજિક તત્વો સામે કાયદાકીય રીતે કડક કાર્યવાહી થવી જરૂરી છે.

ખેડૂતોને નાની-મોટી ઘટના અંગે ફરિયાદ કરવા અપીલ
પાટીદાર સેવા સંઘ દ્વારા ધોળા ગામના ખેડૂતોને કોઈપણ પ્રકારની નાની-મોટી ઘટના બને તો પોલીસમાં ફરિયાદ નોંધાવવા અપીલ કરવામાં આવી હતી. ખેડૂતોને ભયમુક્ત વાતાવરણમાં ખેતી કરી શકે તે માટે જરૂરી પગલાં લેવાની પણ માંગ કરવામાં આવી હતી. વિજયભાઈ માંગુકિયાએ જણાવ્યું કે ગામડાઓને જીવંત રાખવા માટે અસામાજિક તત્વોને ડામવા જરૂરી છે અને આ માટે પોલીસ તથા સરકાર કડક પગલાં લે તે જરૂરી છે.

ખેડૂતોમાં ભય દૂર કરવા પ્રયાસ
ધોળા ગામની મુલાકાત દરમિયાન આગેવાનોએ ખેડૂતો સાથે વાતચીત કરી અને તેમને કોઈપણ પ્રકારના દબાણ કે ભયમાં ન રહેવા જણાવ્યું હતું. ગામમાં શાંતિ અને સામાજિક સમરસતા જળવાઈ રહે તે માટે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ પણ કરવામાં આવી હતી.