Get News Alerts

Never miss breaking news updates.

અરવલ્લીના ઝાંઝરી ધોધ પર પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ, 5 કિમી વિસ્તાર પ્રતિબંધિત ઝોન જાહેર

અરવલ્લી: ચોમાસાની ઋતુ દરમિયાન પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અરવલ્લી જિલ્લા તંત્રએ મહત્વનો નિર્ણય લીધો છે. જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડી ઝાંઝરી ધોધ ખાતે પ્રવાસીઓના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે. જાહેરનામા મુજબ ઝાંઝરી ધોધથી ગંગેશ્વર મહાદેવ ચેકડેમ સુધીનો આશરે 5 કિલોમીટર વિસ્તાર પ્રતિબંધિત ઝોન જાહેર કરવામાં આવ્યો છે. આ વિસ્તારમાં નદીમાં ન્હાવા, પાણીમાં ઉતરવા, નદીના કિનારે જવા તેમજ શીલાઓ પર...
R Gajjar
R GajjarUpdated on: 09 Jul 2026 06:02 PM IST
અરવલ્લીના ઝાંઝરી ધોધ પર પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ, 5 કિમી વિસ્તાર પ્રતિબંધિત ઝોન જાહેરઅરવલ્લીના ઝાંઝરી ધોધ પર પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ, 5 કિમી વિસ્તાર પ્રતિબંધિત ઝોન જાહેર

અરવલ્લી: ચોમાસાની ઋતુ દરમિયાન પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અરવલ્લી જિલ્લા તંત્રએ મહત્વનો નિર્ણય લીધો છે. જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડી ઝાંઝરી ધોધ ખાતે પ્રવાસીઓના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે.

જાહેરનામા મુજબ ઝાંઝરી ધોધથી ગંગેશ્વર મહાદેવ ચેકડેમ સુધીનો આશરે 5 કિલોમીટર વિસ્તાર પ્રતિબંધિત ઝોન જાહેર કરવામાં આવ્યો છે. આ વિસ્તારમાં નદીમાં ન્હાવા, પાણીમાં ઉતરવા, નદીના કિનારે જવા તેમજ શીલાઓ પર ઉભા રહી ફોટોગ્રાફી કરવા પર પણ સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. જિલ્લા તંત્રના જણાવ્યા મુજબ ચોમાસા દરમિયાન પાણીના પ્રવાહમાં અચાનક વધારો થતો હોવાથી અકસ્માતોની શક્યતા વધી જાય છે. જાહેર સલામતી અને જાનહાનિ અટકાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ જાહેરનામું 9 જુલાઈ, 2026થી 6 સપ્ટેમ્બર, 2026 સુધી અમલમાં રહેશે. આ સમયગાળા દરમિયાન પ્રતિબંધનો ભંગ કરનાર વ્યક્તિ સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)-2023ની કલમ 223 હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જિલ્લા વહીવટી તંત્રએ પ્રવાસીઓ અને સ્થાનિક નાગરિકોને જાહેરનામાનું પાલન કરીને પોતાની તથા અન્ય લોકોની સુરક્ષામાં સહકાર આપવા અપીલ કરી છે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. rupin.bakraniya@growthnownews.com