નિકોલમાં ટ્રાફિક દબાણ હટાવવા ગયેલી AMC એસ્ટેટ ટીમ પર હુમલો



નિકોલમાં ટ્રાફિક દબાણ હટાવવા ગયેલી AMC એસ્ટેટ ટીમ પર હુમલો



AMC Estate Team Attack Ahmedabad: અમદાવાદના નિકોલ વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી દરમિયાન AMCની એસ્ટેટ ટીમ પર હુમલો થવાની ઘટના સામે આવી છે. મનમોહન ચાર રસ્તાથી અટલ આવાસ સુધી ટ્રાફિક દબાણ દૂર કરવા AMC દ્વારા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, ત્યારે સ્થાનિક લારી-ગલ્લાવાળાઓ ઉગ્ર બની ગયા હતા.

માહિતી અનુસાર, દબાણ હટાવવાની કાર્યવાહી શરૂ થતાં જ કેટલાક લોકોએ AMCની એન્ફોર્સમેન્ટ ટીમ પર પથ્થરમારો કર્યો હતો. હુમલામાં ટીમની ગાડીના કાચ તોડી નાખવામાં આવ્યા હતા. સ્થળ પર ભારે હોબાળો અને ગભરાટનો માહોલ સર્જાયો હતો. ઘટના દરમિયાન શાકભાજી વેચતી કેટલીક મહિલાઓ પણ દંડા લઈને AMC કર્મચારીઓ સામે આવી ગઈ હતી. પરિસ્થિતિ બેકાબૂ બનતાં ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી અને તાત્કાલિક પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો.
AMCના જણાવ્યા અનુસાર, રોડ પર ગેરકાયદેસર રીતે ઉભી રાખવામાં આવેલી લારીઓ અને ગલ્લાઓના કારણે વિસ્તારમાં સતત ટ્રાફિક સમસ્યા સર્જાતી હતી. જેને ધ્યાનમાં રાખીને દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. AMCએ સ્પષ્ટ કર્યું છે કે શહેરભરમાં દબાણ હટાવવાની ઝુંબેશ હવે વધુ કડક બનાવવામાં આવશે. સાથે જ સરકારી કામગીરીમાં અવરોધ ઊભો કરનાર લોકો સામે પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવશે. ઘટના બાદ વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. rupin.bakraniya@growthnownews.com



