જૂનાગઢની આલ્ફા વિદ્યાસંકુલમાં વાલીઓનો હોબાળો, વિદ્યાર્થીઓની કાળજી અંગે ગંભીર આક્ષેપો

Alpha Vidyasankul Junagadh Hostel Complaint: જૂનાગઢમાં CET અંતર્ગત ચાલતી આલ્ફા વિદ્યાસંકુલમાં હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને લઈને કેટલાક વાલીઓએ ગંભીર ફરિયાદો કરી છે. આ ફરિયાદોને લઈને વાલીઓ સંસ્થાના હોસ્ટેલ ખાતે પહોંચ્યા હતા અને વિદ્યાર્થીઓની યોગ્ય કાળજી લેવામાં આવતી ન હોવાના આક્ષેપો કર્યા હતા. વિદ્યાર્થીઓને માર મારવાના વાલીઓના આક્ષેપ વાલીઓના જણાવ્યા મુજબ, હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ સાથે મારપીટ કરવામાં આવતી હોવાની ફરિયાદો...
Rupin Bakraniya
Rupin Bakraniya
જૂનાગઢની આલ્ફા વિદ્યાસંકુલમાં વાલીઓનો હોબાળો, વિદ્યાર્થીઓની કાળજી અંગે ગંભીર આક્ષેપોજૂનાગઢની આલ્ફા વિદ્યાસંકુલમાં વાલીઓનો હોબાળો, વિદ્યાર્થીઓની કાળજી અંગે ગંભીર આક્ષેપો

Alpha Vidyasankul Junagadh Hostel Complaint: જૂનાગઢમાં CET અંતર્ગત ચાલતી આલ્ફા વિદ્યાસંકુલમાં હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને લઈને કેટલાક વાલીઓએ ગંભીર ફરિયાદો કરી છે. આ ફરિયાદોને લઈને વાલીઓ સંસ્થાના હોસ્ટેલ ખાતે પહોંચ્યા હતા અને વિદ્યાર્થીઓની યોગ્ય કાળજી લેવામાં આવતી ન હોવાના આક્ષેપો કર્યા હતા.

વિદ્યાર્થીઓને માર મારવાના વાલીઓના આક્ષેપ
વાલીઓના જણાવ્યા મુજબ, હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ સાથે મારપીટ કરવામાં આવતી હોવાની ફરિયાદો સામે આવી છે. સાથે જ કોઈ વિદ્યાર્થીની તબિયત ખરાબ થાય ત્યારે વાલીઓને સમયસર જાણ કરવામાં આવતી ન હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. વાલીઓએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે તેઓ પોતાના બાળકો માટે નાસ્તો મોકલે છે, પરંતુ તે નાસ્તો હોસ્ટેલમાં લઈ જવાની મંજૂરી આપવામાં આવતી નથી.

કેમ્પસ ડાયરેક્ટરે આક્ષેપો ફગાવ્યા
બીજી તરફ, આલ્ફા વિદ્યાસંકુલના કેમ્પસ ડાયરેક્ટર ભરતભાઈ કેસરિયાએ વાલીઓ દ્વારા કરવામાં આવેલા આક્ષેપોને નકારી કાઢ્યા છે. તેમના જણાવ્યા મુજબ, વિદ્યાર્થીઓની તબિયત ખરાબ ન થાય તે માટે બહારથી નાસ્તો લાવવાની મનાઈ કરવામાં આવે છે. જ્યારે વિદ્યાર્થીઓને માર મારવાના આક્ષેપોને તેમણે પાયાવિહોણા ગણાવ્યા છે.

‘વિદ્યાર્થી બીમાર પડે ત્યારે વાલીઓને જાણ કરીએ છીએ’
કેમ્પસ ડાયરેક્ટરના જણાવ્યા મુજબ, કોઈ વિદ્યાર્થી બીમાર પડે ત્યારે તેના વાલીઓને જાણ કરવામાં આવે છે અને તેની નોંધ રજીસ્ટરમાં કરવામાં આવે છે. વિદ્યાર્થીઓનું નિયમિત ચેકિંગ પણ કરવામાં આવતું હોવાનો તેમણે દાવો કર્યો છે.

હોસ્ટેલમાં 800 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે
સંસ્થા તરફથી આપવામાં આવેલી માહિતી મુજબ, હાલમાં ધોરણ 6, 7 અને 8ના આશરે 800 વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરી રહ્યા છે. કેમ્પસ ડાયરેક્ટરે જણાવ્યું છે કે સરકારના SOEના નિયમો મુજબ જરૂરી તમામ સુવિધાઓ વિદ્યાર્થીઓને આપવામાં આવી રહી છે.

આક્ષેપો અને સંસ્થાના જવાબ વચ્ચે મામલો ચર્ચામાં
એક તરફ વાલીઓએ વિદ્યાર્થીઓની કાળજી અને સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે, જ્યારે બીજી તરફ સંસ્થા દ્વારા આક્ષેપોને નકારી કાઢવામાં આવ્યા છે. હવે સમગ્ર મામલે વાલીઓની ફરિયાદો અને સંસ્થાના દાવાઓ વચ્ચે હકીકત શું છે તે તપાસ બાદ જ સ્પષ્ટ થઈ શકશે.