Ahmedabad પોલીસ કમિશનરનું નવું જાહેરનામું: 18 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર સુધી હથિયારો સાથે ફરવા પર પ્રતિબંધ


AI Generated Images
Ahmedabad પોલીસ કમિશનરનું નવું જાહેરનામું: 18 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર સુધી હથિયારો સાથે ફરવા પર પ્રતિબંધ


AI Generated Images
Ahmedabad Weapon Ban 2026: અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે અમદાવાદના નવા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા હથિયારબંધી અંગે મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા મુજબ 18 ઓગસ્ટ 2026થી 1 સપ્ટેમ્બર 2026 સુધી અમદાવાદ શહેરના 35 પોલીસ સ્ટેશન વિસ્તારોમાં કેટલાક પ્રકારના હથિયારો સાથે જાહેરમાં ફરવા તેમજ કેટલીક પ્રતિબંધિત પ્રવૃત્તિઓ કરવા પર રોક રહેશે.
તલવાર, છરી, ચપ્પુ સહિતના હથિયારો લઈ ફરવા પર રોક
જાહેરનામા હેઠળ તલવાર, છરી, ચપ્પુ, ધારિયું, ભાલા સહિતના ઘાતક હથિયારો લઈને જાહેરમાં ફરવા પર પ્રતિબંધ રહેશે. આ ઉપરાંત પથ્થરો અથવા અન્ય હથિયારો એકઠા કરવા અને તેનો ઉપયોગ કરવાની પ્રવૃત્તિઓ પર પણ નિયંત્રણ રહેશે. પરવાનાવાળા હથિયારો ધરાવતા લોકો માટે પણ જાહેર સ્થળોએ હથિયાર સાથે જવા અંગે પ્રતિબંધની જોગવાઈ કરવામાં આવી છે.
જાહેરમાં ફાયરિંગ અને ઉશ્કેરણીજનક પ્રવૃત્તિઓ પર પણ રોક
હથિયારબંધી ઉપરાંત જાહેર સ્થળોએ ફાયરિંગ કરવું, સળગતી મશાલ સાથે સરઘસ કાઢવું તેમજ લોકોમાં ઉશ્કેરાટ કે તણાવ ઊભો થાય તેવી કેટલીક પ્રકારની પ્રદર્શનો અને ભાષણો પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પોલીસ દ્વારા જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી શકે છે.
14 પોલીસ સ્ટેશન વિસ્તારોમાં જાહેરનામું લાગુ નહીં પડે
જાહેરનામામાં કેટલાક વિસ્તારોને મુક્તિ આપવામાં આવી છે. વસ્ત્રાપુર, બોડકદેવ, આનંદનગર, પાલડી, ગુજરાત યુનિવર્સિટી, વાસણા, નવરંગપુરા, એલિસબ્રિજ, સેટેલાઇટ, એરપોર્ટ, ખોખરા, મણિનગર તથા સાબરમતી રિવરફ્રન્ટ ઈસ્ટ અને વેસ્ટ સહિત કુલ 14 પોલીસ સ્ટેશન વિસ્તારોમાં આ જાહેરનામું લાગુ નહીં પડે. આથી સિંધુભવન રોડ, સેટેલાઇટ અને જજીસ બંગ્લોઝ જેવા વિસ્તારો અંગે જાહેરનામામાં દર્શાવાયેલી લાગુ પડતી પોલીસ સ્ટેશનની હદને ધ્યાનમાં લેવી જરૂરી રહેશે.
કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસનો નિર્ણય
અમદાવાદ શહેરમાં આગામી દિવસોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તથા જાહેર શાંતિમાં કોઈ વિક્ષેપ ન સર્જાય તે હેતુથી આ કાર્યવાહી કરવામાં આવી છે. નાગરિકોને જાહેરનામાની જોગવાઈઓનું પાલન કરવા પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે.




