અમદાવાદમાં પોલીસનું મેગા ચેકિંગ ઓપરેશન, 6391 વાહનો તપાસાયા

Ahmedabad Police Vehicle Checking: અમદાવાદ શહેરમાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા અને ગુનાહિત પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા પોલીસ દ્વારા તા. 10 અને 11 ઓગસ્ટની રાત્રિ દરમિયાન સઘન વાહન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. શહેરના વિવિધ વિસ્તારોમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા વાહનોની તપાસ કરવામાં આવી હતી. 6391 વાહનોનું સઘન ચેકિંગ પોલીસ કમિશનરની સૂચના હેઠળ શહેરના અલગ-અલગ વિસ્તારોમાં રાત્રિના સમયે...
Rupin Bakraniya
Rupin Bakraniya
અમદાવાદમાં પોલીસનું મેગા ચેકિંગ ઓપરેશન, 6391 વાહનો તપાસાયાઅમદાવાદમાં પોલીસનું મેગા ચેકિંગ ઓપરેશન, 6391 વાહનો તપાસાયા

Ahmedabad Police Vehicle Checking: અમદાવાદ શહેરમાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા અને ગુનાહિત પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા પોલીસ દ્વારા તા. 10 અને 11 ઓગસ્ટની રાત્રિ દરમિયાન સઘન વાહન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. શહેરના વિવિધ વિસ્તારોમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા વાહનોની તપાસ કરવામાં આવી હતી.

6391 વાહનોનું સઘન ચેકિંગ
પોલીસ કમિશનરની સૂચના હેઠળ શહેરના અલગ-અલગ વિસ્તારોમાં રાત્રિના સમયે વાહન ચેકિંગ કરવામાં આવ્યું હતું. સમગ્ર કામગીરી દરમિયાન કુલ 6,391 વાહનોની તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન જરૂરી દસ્તાવેજો વગર અથવા વીમા વિના વાહન ચલાવતા કુલ 60 વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા. જ્યારે ગેરકાયદેસર રીતે લગાવવામાં આવેલી 206 વાહનોની બ્લેક ફિલ્મ દૂર કરવામાં આવી હતી.

નશામાં વાહન ચલાવનાર સામે કાર્યવાહી
વાહન ચેકિંગ દરમિયાન નશાની હાલતમાં વાહન ચલાવતા લોકો સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવી હતી. એમ.વી. એક્ટની કલમ 185 હેઠળ કુલ 20 વાહનચાલકો સામે કેસ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત જાહેરનામાના ભંગ બદલ જી.પી. એક્ટ કલમ 135 હેઠળ 4 કેસ, જ્યારે હથિયારબંધીના જાહેરનામાના ભંગ બદલ કલમ 135(1) હેઠળ 6 કેસ કરવામાં આવ્યા હતા.

દારૂના કેસમાં પણ કાર્યવાહી
પોલીસની કાર્યવાહીમાં પ્રોહિબિશનના કુલ 7 કેસ કરવામાં આવ્યા હતા. જેમાં વિદેશી દારૂની 7 બોટલ, જેની કિંમત રૂ. 2,940 હોવાનું જણાવાયું છે, કબજે કરવામાં આવી હતી. આ ઉપરાંત અન્ય કબજે કરાયેલા મુદ્દામાલની કિંમત રૂ. 38,265 હોવાનું જણાવાયું છે. પોલીસે 200 લીટર દેશી દારૂ, જેની કિંમત રૂ. 5,000 હોવાનું જણાવાયું છે, તે પણ કબજે કર્યો હતો. દારૂનો નશો કરેલા ઇસમો સામે કુલ 8 કેસ કરવામાં આવ્યા હતા.

ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકોની પણ તપાસ
શહેરના અલગ-અલગ વિસ્તારોમાં અગાઉ ગુનાઓમાં સંડોવાયેલા લોકોની પણ તપાસ કરવામાં આવી હતી. પોલીસ મુજબ કુલ 63 હિસ્ટ્રીશીટર અને 97 એમ.સી.આર. ઇસમોને ચેક કરવામાં આવ્યા હતા.

કોમ્બિંગ નાઈટમાં 159 વાહનો ચેક
મેઘાણીનગર વિસ્તારમાં ચમનપુરા, ભાર્ગવ રોડ, છેલ્લા બસ સ્ટેન્ડ અને ચામુંડા બ્રિજ સહિતના વિસ્તારોમાં ખાસ કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કામગીરી દરમિયાન કુલ 159 વાહનો ચેક કરાયા હતા અને એક વાહન ડિટેઇન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પ્રોહિબિશનના કબજાના 2 કેસ, નશામાં વાહન ચલાવવાના 2 કેસ અને જાહેરનામાના ભંગનો 1 કેસ કરવામાં આવ્યો હતો. સાથે જ તડીપાર 3, એમ.સી.આર.ના 47 અને હિસ્ટ્રીશીટર 21 વ્યક્તિઓ સહિત પેરોલ જમ્પ કરનાર એક અને જામીન મુક્ત એક આરોપીની પણ તપાસ કરવામાં આવી હતી.

2000થી વધુ પોલીસ કર્મચારીઓ કામગીરીમાં જોડાયા
અમદાવાદ શહેરમાં હાથ ધરાયેલી આ સઘન કામગીરીમાં એડી.સી.પી.ના 3, જેસીપીના 3, ડીસીપીના 15, એસીપીના 23 અને પીઆઈ કક્ષાના 80 અધિકારીઓ સહિત આશરે 2,000 પોલીસ કર્મચારીઓ જોડાયા હતા. પોલીસ કમિશનરે પણ શહેરના વિવિધ વિસ્તારોમાં જાતે પહોંચી વાહન ચેકિંગની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. ડફનાળા ચાર રસ્તા, એલિસબ્રિજ પોલીસ સ્ટેશન નજીકનો વિસ્તાર, સોલા ભાગવત ચાર રસ્તા અને બાગવાન ચાર રસ્તા સહિતના સ્થળોએ તેમણે કામગીરીની સમીક્ષા કરી અધિકારીઓ અને કર્મચારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.

શહેરની સુરક્ષા માટે પોલીસનો સઘન એક્શન
અમદાવાદ પોલીસ દ્વારા હાથ ધરાયેલી આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ્ય રાત્રિના સમયે શહેરમાં શાંતિ અને સલામતી જાળવવા ઉપરાંત ગુનાહિત પ્રવૃત્તિઓ પર નિયંત્રણ મેળવવાનો છે. પોલીસ દ્વારા નાગરિકોને પણ વાહન ચલાવતી વખતે કાયદા અને નિયમોનું પાલન કરવા તથા સુરક્ષિત રહેવા અપીલ કરવામાં આવી છે.