આઝાદીની પૂર્વ સંધ્યાએ AMCનું આયોજન; મહારાણા પ્રતાપ ચોક ખાતે રાત્રે 9 વાગ્યે યોજાશે કાર્યક્રમ


AI Generated Images
આઝાદીની પૂર્વ સંધ્યાએ AMCનું આયોજન; મહારાણા પ્રતાપ ચોક ખાતે રાત્રે 9 વાગ્યે યોજાશે કાર્યક્રમ


AI Generated Images
Ahmedabad Independence Day Cultural Program: દેશના 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીની પૂર્વ સંધ્યાએ અમદાવાદમાં શહીદ વીરોની યાદમાં ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા જન-જનમાં દેશભક્તિની જ્યોત પ્રજ્વલિત કરવાના હેતુથી આ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમ 14 ઓગસ્ટ 2026, શુક્રવારના રોજ રાત્રે 9 વાગ્યે અમદાવાદના મહારાણા પ્રતાપ ચોક, ભાલકેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં, ખોખરા ખાતે યોજાશે.

શહીદ વીરોને શ્રદ્ધાંજલિ સાથે દેશભક્તિનો માહોલ
સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ યોજાનારા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ દેશની આઝાદી માટે બલિદાન આપનારા શહીદ વીરોને યાદ કરવાનો અને નાગરિકોમાં દેશભક્તિની ભાવનાને વધુ મજબૂત કરવાનો છે. કાર્યક્રમ દરમિયાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવશે. આ પ્રસંગે મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહી દેશભક્તિના આ કાર્યક્રમમાં સહભાગી બને તેવી અપીલ કરવામાં આવી છે.
મેયર સહિત મહાનુભાવો રહેશે ઉપસ્થિત
કાર્યક્રમમાં અમદાવાદના મેયર શ્રી હિતેશ કાંતિલાલ બારોટ અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહેશે. જ્યારે સંસદસભ્ય શ્રી દિનેશભાઈ મકવાણાની પ્રેરક ઉપસ્થિતિ રહેશે. આ ઉપરાંત ધારાસભ્ય શ્રી અમુલભાઈ બી. ભટ્ટની સ્નેહમય ઉપસ્થિતિ રહેશે. કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર શ્રીમતી અંજુબેન ચિત્તરંજન શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી કમલેશ મહેશચંદ્ર પટેલ, મ્યુનિસિપલ શાસક પક્ષના નેતા શ્રી જશુભાઈ ઠાકોર અને મ્યુનિસિપલ શાસક પક્ષના દંડક શ્રી અતુલ એમ. મિશ્રા સહિતના મહાનુભાવો આમંત્રિત છે.
ખોખરામાં દેશભક્તિના કાર્યક્રમની તૈયારી
દક્ષિણ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વિશાલ ખનામા આ કાર્યક્રમના નિમંત્રક છે. સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ યોજાનારા આ કાર્યક્રમને લઈને ખોખરા વિસ્તારમાં દેશભક્તિનો માહોલ સર્જાવાની અપેક્ષા છે. આઝાદીના પર્વ પહેલાં શહીદ વીરોના બલિદાનને યાદ કરીને યોજાનાર આ કાર્યક્રમમાં નાગરિકોની ભાગીદારી તેને વધુ યાદગાર બનાવશે.




