
Indian Coast Guard Har Ghar Tiranga Campaign: દેશના 80મા સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે ભારતીય તટરક્ષક દળ (ICG)ના રિજનલ હેડક્વાર્ટર (નોર્થ-વેસ્ટ) અને તેની હેઠળની વિવિધ યુનિટ્સ દ્વારા ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત વિવિધ દેશભક્તિપૂર્ણ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. 9થી 17 ઓગસ્ટ 2026 દરમિયાન ઓખાથી વેરાવળ સુધી યોજાયેલા આ કાર્યક્રમોનો મુખ્ય હેતુ રાષ્ટ્રીય એકતા, દેશભક્તિની ભાવના અને તટીય...

CM Yogi: સ્વાતંત્ર્ય દિવસના અવસરે ઉત્તર પ્રદેશમાં દેશભક્તિ અને રાષ્ટ્રસેવાના ભાવ સાથે ભવ્ય રાજકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઐતિહાસિક વિધાન ભવન સામે યોજાયેલા રાજ્યકક્ષાના સમારોહમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજ્યની જનતાને સંબોધિત કરી હતી. આ દરમિયાન દેશની રક્ષા અને સન્માન માટે પોતાના પ્રાણોનું બલિદાન આપનાર વીર જવાનો તથા શહીદોના પરિવારજનોનું સન્માન કરવામાં આવ્યું હતું.

Madhavpur Ghed: સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના ભાગરૂપે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા દક્ષિણ ગુજરાત, દમણ અને દીવ વિસ્તારમાં અનોખી રીતે દેશભક્તિનો સંદેશ આપવામાં આવ્યો હતો. કોસ્ટ ગાર્ડના ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટર નંબર-1 દ્વારા દમણથી માધવપુર ઘેડ સુધી ભવ્ય મોટરસાઇકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીમાં કોસ્ટ ગાર્ડના અધિકારીઓ અને જવાનો સાથે NCC કેડેટ્સ પણ ઉત્સાહપૂર્વક જોડાયા હતા.

Independence Day 2026: દેશના 80મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે જૂનાગઢ મહાનગરપાલિકા કચેરીના પરિસરમાં શુક્રવારે ભવ્ય ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી દરમિયાન સમગ્ર પાલિકા પરિસર દેશભક્તિના રંગે રંગાયું હતું. ચૂંટાયેલા હોદ્દેદારો, અધિકારીઓ, કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં નાગરિકોએ કાર્યક્રમમાં હાજરી આપી હતી.

Amreli: 80 મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણીની પૂર્વ સંધ્યાએ અમરેલીમાં દેશભક્તિ અને સંસ્કૃતિનો અનોખો સંગમ જોવા મળ્યો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ‘અમૃત ગાથા અમરેલી’ નામનો ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં ૨૦૦થી વધુ કલાકારોએ વિવિધ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ રજૂ કરી હતી.

Adiyogi Statue Tricolor Lighting: ભારતના 80મા સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ તમિલનાડુના કોયંબતૂર સ્થિત ઈશા યોગ સેન્ટરમાં અદભૂત નજારો જોવા મળ્યો હતો. અહીં સ્થાપિત 112 ફૂટ ઊંચી આદિયોગીની પ્રતિમા તિરંગાના રંગોમાં ઝળહળી ઉઠી હતી. કેસરિયા, સફેદ અને લીલા રંગની રોશનીથી સજાવવામાં આવેલી આ વિશાળ પ્રતિમાએ સ્વતંત્રતા દિવસના ઉત્સાહને વધુ ખાસ બનાવી દીધો હતો. તિરંગી રોશનીમાં આદિયોગીનું ભવ્ય સ્વરૂપ સ્વતંત્રતા દિવસના અવસરને ધ્યાનમાં...

BAPS Swaminarayan Temple Ahmedabad Independence Day 2026: દેશભરમાં 80મા સ્વતંત્રતા દિવસની ઉજવણી ઉત્સાહ અને રાષ્ટ્રગૌરવ સાથે કરવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદના શાહીબાગ ખાતે આવેલા BAPS સ્વામિનારાયણ મંદિરમાં પણ સ્વતંત્રતા પર્વની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. પ.પૂ. મહંત સ્વામી મહારાજની પાવન ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા. મહંત સ્વામી મહારાજની પાવન ઉપસ્થિતિમાં ઉજવણી 15 ઓગસ્ટના આ...

Vadodara Independence Day 2026: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ 80માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે વડોદરા જિલ્લાના માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતેમાં રાષ્ટ્રધ્વજ લહેરાવીને સલામી આપી હતી. રાષ્ટ્રધ્વજ લહેરાવ્યા બાદ નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઇ સંઘવીએ ઉપસ્થિત તમામને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ પાઠવીને તેમનું અભિવાદન જીલ્યું હતું. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ 80મા સ્વતંત્રતા પર્વની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે, આપણા દેશની આઝાદીને ૧૦૦ વર્ષ પૂર્ણ...

Gujarat Governor Independence Day 2026: દેશના 80મા સ્વતંત્રતા પર્વ નિમિત્તે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગાંધીનગર સ્થિત લોકભવન ખાતે દેશભક્તિસભર વાતાવરણમાં ધ્વજારોહણ કર્યું હતું. આ પ્રસંગે રાજ્યપાલે દેશની આઝાદી માટે પોતાના પ્રાણોનું બલિદાન આપનારા અમર શહીદો અને સ્વતંત્રતા સેનાનીઓને શ્રદ્ધાપૂર્વક નમન કર્યું હતું. અમર શહીદોના બલિદાનને કર્યા યાદ ધ્વજારોહણ બાદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે દેશની સ્વતંત્રતા અને અખંડિતતા માટે સર્વસ્વ અર્પણ કરનારા...

PM Modi Independence Day Speech 2026 : દેશના 80મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને સંબોધિત કર્યું. પોતાના સંબોધનમાં તેમણે છેલ્લા 10થી 12 વર્ષ દરમિયાન ભારતે વિવિધ ક્ષેત્રોમાં કરેલી પ્રગતિનો ઉલ્લેખ કર્યો હતો. સાથે જ કોરોના મહામારી, યુદ્ધ અને વૈશ્વિક સંકટો દરમિયાન દેશે કેવી રીતે પડકારોનો સામનો કર્યો તેની પણ વાત કરી હતી. ‘કેટલાક લોકોને...

Independence Day 2026 : દેશભરમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી હર્ષોલ્લાસ અને દેશભક્તિના માહોલ વચ્ચે થઈ રહી છે. દેશના વિવિધ ખૂણાઓમાં લોકો અને સંસ્થાઓ દ્વારા અલગ-અલગ રીતે રાષ્ટ્રપ્રેમ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. ત્યારે પોરબંદરમાં સ્વાતંત્ર્ય પર્વની એક અનોખી અને રોમાંચક ઉજવણી જોવા મળી, જેણે સૌનું ધ્યાન ખેંચ્યું.

PM Modi Independence Day Speech 2026: 80મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને સંબોધન કર્યું. સતત 13મી વખત સ્વાતંત્ર્ય દિવસે લાલ કિલ્લા પરથી સંબોધન કરતાં PM મોદીએ ‘વંદે માતરમ’, તિરંગો, વિકસિત ભારત, આત્મનિર્ભરતા, યુવા શક્તિ અને દેશના વિકાસના આગામી લક્ષ્યો પર ભાર મૂક્યો. લગભગ 75 મિનિટના સંબોધનમાં તેમણે સરકારની કામગીરી અને ભવિષ્યની દિશા અંગે અનેક...

Independence Day 2026 : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 80મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સ્વતંત્રતા, એકતા અને રાષ્ટ્રીય ગૌરવની ભાવનાને ઉજાગર કરતી આ ઉજવણીમાં ધ્વજવંદન સમારોહ સહિત વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.

PM Modi AI Training for Youth: 80મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે લાલ કિલ્લાની પ્રાચીર પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના યુવાનો માટે અનેક મહત્વપૂર્ણ જાહેરાતો કરી છે. PM મોદીએ આગામી એક વર્ષ દરમિયાન એક કરોડ યુવાનોને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) સ્કિલ્સની તાલીમ આપવાનો મહત્વાકાંક્ષી લક્ષ્યાંક જાહેર કર્યો છે. આ સાથે વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા યુવાનોને મફત ઓનલાઈન કોચિંગ આપવાની પણ જાહેરાત કરવામાં...

PM Modi Independence Day Speech: સ્વતંત્રતા દિવસ 2026ના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને સંબોધિત કરતી વખતે નક્સલવાદ અને માઓવાદના પડકારનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે હિંસક નક્સલવાદ સામેની લાંબી લડાઈ હવે નિર્ણાયક તબક્કામાં પહોંચી છે, પરંતુ દેશ સામે એક અલગ પ્રકારનો પડકાર પણ ઊભો થઈ શકે છે, જેને તેમણે ‘દિમાગી નક્સલ’ તરીકે સંબોધ્યો. ‘દિમાગી નક્સલ’ અંગે...

Gujarat CM Bhupendra Patel Independence Day Announcements: 80મા સ્વતંત્રતા પર્વ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નાગરિકોની સુવિધા, સુખાકારી અને વિકાસને ધ્યાનમાં રાખીને અનેક મહત્વપૂર્ણ જાહેરાતો કરી છે. આ જાહેરાતોમાં ગ્રામ્ય વિસ્તારોના પાત્ર પરિવારોને ઘર બનાવવા માટે વિનામૂલ્યે પ્લોટ, રાજ્યના રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે ₹3,428 કરોડની ફાળવણી, આંગણવાડીના બાળકોના પોષણ માટે વધારાની રકમ અને બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે વિદેશ અભ્યાસ...