અમદાવાદમાં ગેરકાયદેસર કફ સિરપનું સૌથી મોટું રેકેટ ઝડપાયું, 5,050 બોટલ જપ્ત

અમદાવાદ: અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર કફ સિરપના મોટા રેકેટનો પર્દાફાશ થયો છે. અમદાવાદ શહેર SOG ક્રાઈમ બ્રાન્ચ દ્વારા GPO રિલીફ રોડ વિસ્તારમાં કાર્યવાહી કરીને ગેરકાયદેસર રીતે કફ સિરપનો જથ્થો પોસ્ટ મારફતે ભારતના પૂર્વોત્તર રાજ્યોમાં મોકલવામાં આવતો હોવાનો પર્દાફાશ કર્યો છે. 5,050 કફ સિરપની બોટલો જપ્ત SOG ક્રાઈમ બ્રાન્ચની કાર્યવાહી દરમિયાન ગેરકાયદેસર વેચાણ અને સપ્લાય માટે રાખવામાં આવેલી કફ સિરપની કુલ 5,050...
Rupin Bakraniya
Rupin Bakraniya
અમદાવાદમાં ગેરકાયદેસર કફ સિરપનું સૌથી મોટું રેકેટ ઝડપાયું, 5,050 બોટલ જપ્તઅમદાવાદમાં ગેરકાયદેસર કફ સિરપનું સૌથી મોટું રેકેટ ઝડપાયું, 5,050 બોટલ જપ્ત

અમદાવાદ: અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર કફ સિરપના મોટા રેકેટનો પર્દાફાશ થયો છે. અમદાવાદ શહેર SOG ક્રાઈમ બ્રાન્ચ દ્વારા GPO રિલીફ રોડ વિસ્તારમાં કાર્યવાહી કરીને ગેરકાયદેસર રીતે કફ સિરપનો જથ્થો પોસ્ટ મારફતે ભારતના પૂર્વોત્તર રાજ્યોમાં મોકલવામાં આવતો હોવાનો પર્દાફાશ કર્યો છે.

5,050 કફ સિરપની બોટલો જપ્ત
SOG ક્રાઈમ બ્રાન્ચની કાર્યવાહી દરમિયાન ગેરકાયદેસર વેચાણ અને સપ્લાય માટે રાખવામાં આવેલી કફ સિરપની કુલ 5,050 બોટલો જપ્ત કરવામાં આવી છે. જપ્ત કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત રૂ.60 લાખથી વધુ હોવાનું સામે આવ્યું છે.

પોસ્ટ મારફતે પૂર્વોત્તર રાજ્યોમાં મોકલાતો હતો જથ્થો
પ્રાથમિક માહિતી મુજબ કફ સિરપનો આ ગેરકાયદેસર જથ્થો પોસ્ટ મારફતે મિઝોરમ, ત્રિપુરા અને આસામ સહિતના પૂર્વોત્તર રાજ્યોમાં મોકલવામાં આવતો હતો. આ રીતે કફ સિરપના ગેરકાયદેસર સપ્લાયનું નેટવર્ક ચલાવવામાં આવતું હોવાની માહિતી સામે આવી છે.

અમદાવાદમાં અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી
SOG ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યા અનુસાર, અમદાવાદમાં ગેરકાયદેસર વેચાણ માટેની કફ સિરપની આટલી મોટી માત્રામાં જપ્તી એક મહત્વપૂર્ણ કાર્યવાહી માનવામાં આવી રહી છે. 5,050 બોટલનો જથ્થો ઝડપાતા ગેરકાયદેસર કફ સિરપના નેટવર્કમાં સંડોવાયેલા અન્ય લોકો સુધી પહોંચવા તપાસ શરૂ કરવામાં આવી છે.

NDPS એક્ટ હેઠળ કાર્યવાહી
આ મામલે પોલીસે NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. કફ સિરપનો જથ્થો ક્યાંથી મેળવવામાં આવતો હતો, કોને મોકલવામાં આવતો હતો અને આ સમગ્ર રેકેટમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.