Get News Alerts

Never miss breaking news updates.

બે કલાકમાં ખેડાના વસોમાં 5 ઇંચ વરસાદ, રાજ્યના 87 તાલુકામાં મેઘમહેર

રાજ્યમાં રેડ એલર્ટ વચ્ચે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થતાં અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ખેડાના વસોમાં માત્ર બે કલાકમાં 5 ઇંચ વરસાદ પડતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, જ્યારે અમદાવાદ સહિત 13 જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર હાઈ એલર્ટ પર મુકાયું છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 31 Jul 2026 11:19 AM IST
બે કલાકમાં ખેડાના વસોમાં 5 ઇંચ વરસાદ, રાજ્યના 87 તાલુકામાં મેઘમહેરબે કલાકમાં ખેડાના વસોમાં 5 ઇંચ વરસાદ, રાજ્યના 87 તાલુકામાં મેઘમહેર

અમદાવાદ: રાજ્યમાં રેડ એલર્ટ વચ્ચે વરસાદના નવા રાઉન્ડની શરૂઆત થઈ છે. સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં રાજ્યના 87 તાલુકામાં વરસાદ નોંધાયો છે. તેમાં પણ સવારે 8થી 10 વાગ્યાની વચ્ચે માત્ર બે કલાકમાં ખેડા જિલ્લાના વસોમાં 5 ઇંચ વરસાદ પડતાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે.

ભારે વરસાદને કારણે વડોદરા, ભરૂચ અને સુરતના અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં છે અને જનજીવન પ્રભાવિત થયું છે. સુરતમાં ખાડીપૂરની સ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર એલર્ટ મોડ પર છે અને NDRFની ટીમોને બોટ સાથે તૈનાત કરવામાં આવી છે. વડોદરા જિલ્લાના નસવાડી વિસ્તારમાં અશ્વિન નદીમાં એક યુવક ફસાઈ જતાં તેને બચાવવા માટે રાહત કામગીરી હાથ ધરાઈ છે.

હવામાન વિભાગે અમદાવાદ સહિત દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓને મળીને કુલ 13 જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આગાહીને પગલે રેડ એલર્ટ જાહેર કર્યું છે. જોકે અમદાવાદમાં રેડ એલર્ટ હોવા છતાં સવારે કેટલાક વિસ્તારોમાં તડકો જોવા મળ્યો હતો.

ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્ર સંપૂર્ણપણે એક્શન મોડમાં આવી ગયું છે. બાળકોની સુરક્ષાને પ્રાથમિકતા આપતાં અમદાવાદ, વડોદરા અને સુરત સહિત કુલ 9 જિલ્લાઓમાં શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.