
Vadodara Rain : વડોદરા પર આખરે મેઘરાજા મહેરબાન થયા છે. વહેલી સવારથી જ વડોદરા શહેરમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતાં શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.

વડોદરામાં માત્ર દોઢથી પોણા બે ઇંચ વરસાદે જ મહાનગરપાલિકાના પ્રી-મોન્સૂન પ્લાનની પોલ ખોલી નાખી છે. આજવા ચોકડીથી નિમેટા તરફ જતો મુખ્ય માર્ગ બે ફૂટ પાણીમાં ગરકાવ થઈ જતાં અનેક વાહનચાલકો ફસાયા હતા, જ્યારે સ્થાનિકોએ વર્ષોથી યથાવત પાણી ભરાવાની સમસ્યા અંગે તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો છે.

રાજ્યમાં રેડ એલર્ટ વચ્ચે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થતાં અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ખેડાના વસોમાં માત્ર બે કલાકમાં 5 ઇંચ વરસાદ પડતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, જ્યારે અમદાવાદ સહિત 13 જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર હાઈ એલર્ટ પર મુકાયું છે.