Bhavnagar માં લઠ્ઠાકાંડ જેવો માહોલ! પોલીસની ભરતીમાં પાસ થયેલા મિત્રની પાર્ટીમાં દારૂ પીધા બાદ 2ના મોત અને 5 થી વધુ સારવાર હેઠળ


Bhavnagar
Bhavnagar માં લઠ્ઠાકાંડ જેવો માહોલ! પોલીસની ભરતીમાં પાસ થયેલા મિત્રની પાર્ટીમાં દારૂ પીધા બાદ 2ના મોત અને 5 થી વધુ સારવાર હેઠળ


Bhavnagar
Bhavnagar : આ બેઠકમાં DGP, DGP કાયદો અને વ્યવસ્થા, IB ચીફ તેમજ SMCના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. તમામ અધિકારીઓને પ્લાન ઓફ એક્શન સાથે હાજર રહેવા સૂચના આપવામાં આવી હતી. ભાવનગર જિલ્લામાં દારૂનું સેવન કર્યા બાદ કેટલાક લોકોની તબિયત અચાનક લથડી હતી. ગંભીર હાલતમાં તેમને અલગ-અલગ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ભાવનગરની સર ટી હોસ્પિટલમાં ખરકડી ગામના ઉપેન્દ્રસિંહ ગોહિલ નામના યુવાનનું સારવાર દરમિયાન મોત થયું હતું. પ્રાથમિક પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, મૃતક સહિત કેટલાક લોકોએ નકલી દારૂનું સેવન કર્યું હોવાની આશંકા છે. મોડી રાત્રે પોલીસ સૂત્રો દ્વારા વધુ એક વ્યક્તિના મોતની માહિતી પણ સામે આવી હતી.
પોલીસે બુટલેગરની કરી ધરપકડ
ભાવનગરના DSP નિતેશ પાંડેએ જણાવ્યું કે, ઉપેન્દ્રસિંહ ગોહિલના મોત ઉપરાંત શહેરની વિવિધ હોસ્પિટલોમાં પાંચથી છ લોકો સારવાર હેઠળ છે. પોલીસના જણાવ્યા મુજબ, આ તમામ લોકોને નકલી દારૂના સેવન બાદ તકલીફ થઈ હોવાની પ્રાથમિક માહિતી મળી છે. સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી બુટલેગરો સામે કડક પગલાં લીધા છે. વરતેજ પોલીસ સ્ટેશન અને સિટી પોલીસ સ્ટેશન વિસ્તારના કેટલાક શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા મુજબ, ત્રણથી ચાર લોકોને ઝડપી અથવા ડિટેઇન કરવામાં આવ્યા છે, જ્યારે અન્ય સંડોવાયેલા શખ્સોને પકડવા માટે તપાસ તેજ કરવામાં આવી છે.
ભાવનગરમાં ઝેરી દારૂનો કહેર?
તપાસમાં મુખ્ય સપ્લાયર તરીકે ગૌતમ સોલંકીનું નામ સામે આવ્યું છે. પોલીસના જણાવ્યા મુજબ, તેણે નકલી દારૂ અલગ-અલગ લોકોને વિતરણ કર્યો હતો. પોલીસે નકલી દારૂની બોટલો પણ કબજે કરી છે. પ્રાથમિક તપાસમાં આ બોટલો મધ્યપ્રદેશ બનાવટની હોવાનું સામે આવ્યું છે. પોલીસ હવે સમગ્ર નેટવર્ક સુધી પહોંચવા માટે તપાસ કરી રહી છે. સારવાર હેઠળના લોકોના બાયોલોજિકલ સેમ્પલ લેવામાં આવશે અને FSLમાં મોકલવામાં આવશે. પોલીસ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે, છેલ્લા બે-ત્રણ દિવસમાં આ પ્રકારનો દારૂ પીધો હોય તો તાત્કાલિક પોતાના ડોક્ટરનો સંપર્ક કરી તબીબી તપાસ કરાવે.




