
ગુજરાત ATSએ પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JeM) સાથે કથિત રીતે સંકળાયેલા વધુ પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. આ સાથે આ કેસમાં કુલ ધરપકડનો આંકડો 13 પર પહોંચી ગયો છે. તપાસ દરમિયાન બોમ્બ બનાવવાના પ્રયાસ, વિસ્ફોટક સામગ્રી અને જૈશ સંબંધિત સાહિત્ય અંગે પણ મહત્વના ખુલાસા થયા છે.

પાટણ: અષાઢી બીજની રથયાત્રા પૂર્વે સુરક્ષા એજન્સીઓએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં ગુજરાત ATS અને મધ્યપ્રદેશ ATS દ્વારા સંયુક્ત મેગા ઓપરેશન ચલાવી પ્રતિબંધિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JeM) સાથે સંકળાયેલા હોવાની શંકા હેઠળ વધુ પાંચ શંકાસ્પદ ઇસમોને ડિટેન કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ સ્થાનિક પોલીસના સહયોગથી સિદ્ધપુરના વિવિધ વિસ્તારોમાં મોડી સાંજ સુધી સઘન સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું...

ગુજરાત ATSએ આતંકવાદ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરતાં પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા 8 શંકાસ્પદ આતંકીઓને ઝડપી પાડ્યા છે. પ્રાથમિક માહિતી મુજબ, આ શખ્સો ગુજરાતમાં સંગઠનનું નેટવર્ક ફરીથી સક્રિય કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. હાલ તમામ આરોપીઓની ATS દ્વારા સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે.