Get News Alerts

Never miss breaking news updates.

PM મોદી 5 જૂને સુરત અને દમણની મુલાકાતે: ₹21,770 કરોડના વિકાસકાર્યોની આપશે ભેટ

સુરતમાં વડાપ્રધાન અનેક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. જેમાં 8-લેન એક્સેસ કન્ટ્રોલ્ડ વડોદરા-મુંબઈ એક્સપ્રેસવેના મહત્વના પેકેજ દેશને સમર્પિત કરવામાં આવશે. આ પ્રોજેક્ટ ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચેની મુસાફરીને વધુ ઝડપી અને સુગમ બનાવશે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 04 Jun 2026 11:32 AM IST
PM મોદી 5 જૂને સુરત અને દમણની મુલાકાતે: ₹21,770 કરોડના વિકાસકાર્યોની આપશે ભેટPM મોદી 5 જૂને સુરત અને દમણની મુલાકાતે: ₹21,770 કરોડના વિકાસકાર્યોની આપશે ભેટ

ફાઈલ ફોટો

ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5 જૂને ગુજરાતના સુરત અને કેન્દ્રશાસિત પ્રદેશ દમણની મુલાકાતે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ સુરતમાં આશરે ₹18,800 કરોડ અને દમણમાં ₹2,970 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરશે. વડાપ્રધાનની મુલાકાતને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

સુરતમાં વડાપ્રધાન અનેક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. જેમાં 8-લેન એક્સેસ કન્ટ્રોલ્ડ વડોદરા-મુંબઈ એક્સપ્રેસવેના મહત્વના પેકેજ દેશને સમર્પિત કરવામાં આવશે. આ પ્રોજેક્ટ ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચેની મુસાફરીને વધુ ઝડપી અને સુગમ બનાવશે.

આ ઉપરાંત વડાપ્રધાન નેશનલ હાઇવે-56ના મહત્વના વિભાગોને ફોર-લેન બનાવવા માટેના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત પણ કરશે. આ પ્રોજેક્ટથી આદિવાસી વિસ્તારોમાં કનેક્ટિવિટી વધશે તેમજ વિશ્વપ્રસિદ્ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી પહોંચ વધુ સરળ બનશે.

દમણ ખાતે વડાપ્રધાન આશરે ₹2,970 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ દરમિયાન તેઓ NAMO એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન પણ કરશે, જેનાથી હવાઈ મુસાફરીની સુવિધાઓમાં નોંધપાત્ર વધારો થશે.

વધુમાં વડાપ્રધાન લક્ષદ્વીપ માટે ₹885 કરોડના બંદર વિકાસ પ્રોજેક્ટ્સના ખાતમુહૂર્ત પણ કરશે, જેનાથી દરિયાઈ કનેક્ટિવિટી અને વેપાર-પર્યટન ક્ષેત્રને નવી ગતિ મળશે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.