Get News Alerts

Never miss breaking news updates.

ગાંધીનગર GIFT Cityમાં કરોડોની છેતરપીંડીનો પર્દાફાશ: ડેટા સ્ટોરેજના નામે રોકાણકારો સાથે છેતરપિંડી, મુખ્ય આરોપી વિદેશ ફરાર

ગાંધીનગર: ગુજરાતના આર્થિક હબ ગણાતા ગાંધીનગરના ગિફ્ટ સિટી (GIFT City) માંથી કરોડો રૂપિયાના રોકાણ કૌભાંડનો સનસનાટીભર્યો પર્દાફાશ થયો છે. ગિફ્ટ સિટીના વર્લ્ડ ટ્રેડ સેન્ટર (WTC) કોમ્પ્લેક્સમાં કાર્યરત 'શૂટસ્પેસ ડિજિટલ' (Shootspace Digital) નામની કંપની દ્વારા આચરેલી કરોડોની છેતરપિંડી મામલે ગાંધીનગર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે ગાંધીનગર જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમશેટ્ટીએ પત્રકાર પરિષદ યોજીને સમગ્ર કૌભાંડની વિગતો જાહેર કરી છે.
R Gajjar
R GajjarUpdated on: 22 May 2026 07:15 PM IST
ગાંધીનગર GIFT Cityમાં કરોડોની છેતરપીંડીનો પર્દાફાશ: ડેટા સ્ટોરેજના નામે રોકાણકારો સાથે છેતરપિંડી, મુખ્ય આરોપી વિદેશ ફરારગાંધીનગર GIFT Cityમાં કરોડોની છેતરપીંડીનો પર્દાફાશ: ડેટા સ્ટોરેજના નામે રોકાણકારો સાથે છેતરપિંડી, મુખ્ય આરોપી વિદેશ ફરાર

ગાંધીનગર: ગુજરાતના આર્થિક હબ ગણાતા ગાંધીનગરના ગિફ્ટ સિટી (GIFT City) માંથી કરોડો રૂપિયાના રોકાણ કૌભાંડનો સનસનાટીભર્યો પર્દાફાશ થયો છે. ગિફ્ટ સિટીના વર્લ્ડ ટ્રેડ સેન્ટર (WTC) કોમ્પ્લેક્સમાં કાર્યરત 'શૂટસ્પેસ ડિજિટલ' (Shootspace Digital) નામની કંપની દ્વારા આચરેલી કરોડોની છેતરપિંડી મામલે ગાંધીનગર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે ગાંધીનગર જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમશેટ્ટીએ પત્રકાર પરિષદ યોજીને સમગ્ર કૌભાંડની વિગતો જાહેર કરી છે.

સર્વર અને ડેટા સ્ટોરેજના નામે આપ્યો હતો લાલચ
પોલીસના જણાવ્યા અનુસાર, શૂટસ્પેસ ડિજિટલ કંપની દ્વારા રોકાણકારોને આકર્ષવા માટે મોટી સ્કીમ બતાવવામાં આવી હતી. કંપનીએ 'ટેરાબાઇટ સ્પેસ' (ડેટા સ્ટોરેજ અને ક્લાઉડ સર્વર) માં રોકાણ કરવાના બહાને લોકો પાસેથી કરોડો રૂપિયા પડાવ્યા હતા. રોકાણકારોને વિશ્વાસમાં લેવા માટે કંપની દ્વારા ખોટા ઇનવોઇસ (બિલ) અને આધુનિક ડિજિટલ કરાર (Agreements) બનાવી આપવામાં આવ્યા હતા. એટલું જ નહીં, રોકાણની સામે સતત 84 મહિના (7 વર્ષ) સુધી આકર્ષક માસિક ભાડું ચૂકવવાનો મોટો વાયદો પણ કરવામાં આવ્યો હતો.

એક જ પરિવારના 32 લાખથી વધુ ડૂબ્યા, 4.90 કરોડનો આંકડો સામે આવ્યો
આ કૌભાંડ ત્યારે પ્રકાશમાં આવ્યું જ્યારે છેતરાયેલા રોકાણકારો પોલીસ શરણે પહોંચ્યા. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે માત્ર એક જ ફરિયાદી પરિવાર પાસેથી કંપનીએ ₹32.75 લાખનું મસમોટું રોકાણ કરાવી લીધું હતું. અત્યાર સુધીમાં આવા 12થી વધુ રોકાણકારો પોલીસ સામે આવ્યા છે, જેમની પાસેથી અંદાજે ₹4.90 કરોડથી વધુની રકમની ઉચાપત કરવામાં આવી છે. પોલીસના મતે છેતરપિંડીનો આ આંકડો હજુ પણ વધી શકે છે.

બે આરોપીની ધરપકડ, મુખ્ય સૂત્રધાર વિદેશ ભાગી ગયો
ગાંધીનગર પોલીસે આ હાઈટેક છેતરપિંડી મામલે ત્વરિત કાર્યવાહી કરીને કંપનીના ડાયરેક્ટર અરૂણભાઈ પટેલ અને ઝોનલ મેનેજર સચિન પટેલની ધરપકડ કરી લીધી છે. જો કે, આ સમગ્ર કૌભાંડનો મુખ્ય આરોપી અને માસ્ટરમાઇન્ડ ઉત્પલ પટેલ પોલીસ પકડમાં આવે તે પહેલાં જ વિદેશ ફરાર થઈ ગયો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.

તપાસ માટે SITની રચના
ગિફ્ટ સિટી જેવા હાઈ-પ્રોફાઈલ વિસ્તારમાં બનેલી આ ઘટનાને ગાંધીનગર પોલીસે અત્યંત ગંભીરતાથી લીધી છે. આ મલ્ટી-કરોડ સ્કેમની ઊંડાણપૂર્વક અને ટેકનિકલ તપાસ કરવા માટે ગાંધીનગર પોલીસ દ્વારા ખાસ 'SIT' (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ) ની રચના કરવામાં આવી છે. પોલીસ હવે વિદેશ ભાગી ગયેલા મુખ્ય આરોપી ઉત્પલ પટેલને ભારત પરત લાવવા અને રોકાણકારોના નાણાં ક્યાં ડાયવર્ટ કરાયા છે તેની તપાસ કરી રહી છે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. rupin.bakraniya@growthnownews.com