
Gandhinagar News: રાજ્યના ખેલ સહાયકોમાં નારાજગી જોવા મળી રહી છે. આ મામલે ખેલ સહાયકોએ શિક્ષણમંત્રી સમક્ષ રજૂઆત કરીને તાત્કાલિક ભરતી પ્રક્રિયા શરૂ કરવાની માગ કરી છે.

ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે GPSCએ ઉમેદવારોના હિતમાં મોટો નિર્ણય લીધો છે. 1 ઓગસ્ટે યોજાનારી GPSCની 34 કેડરની પરીક્ષા હવે મોકૂફ રાખવામાં આવી છે. આ પરીક્ષા હવે 9 ઓગસ્ટ, 2026ના રોજ યોજાશે તેવી જાહેરાત ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા કરવામાં આવી છે.

ગુજરાત જાહેર સેવા આયોગે સ્પર્ધાત્મક પરીક્ષામાં અસફળ રહેલા પરંતુ તેજસ્વી હોય તેવા ઉમેદવારો માટે રોજગારીની તક ઉભી થાય તે માટે ‘અવસર’ મોડ્યૂલ વિકસાવ્યું છે. ગાંધીનગર ગુજરાત જાહેર સેવા આયોગના સચિવ સુધીર પટેલે આ મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. સુધીર પટેલે આ અંગેની વિગતો આપતા જણાવ્યું હતું કે, જીપીએસસીની ભરતી પ્રક્રિયામાં ઈન્ટરવ્યૂ સુધી પહોંચેલા ઉમેદવારો પ્રિલિમ્સ અને મેઈન્સ પરીક્ષા ઉતીર્ણ કરીને ઈન્ટરવ્યૂ માટે પસંદ થયા હોય છે.

ગુજરાત પોલીસમાં જોડાવાનું સપનું જોતા લાખો યુવાનો માટે આજે મહત્વનો દિવસ છે. લોકરક્ષક દળ (LRD) કોન્સ્ટેબલની 12,733 જગ્યાઓ માટે રાજ્યભરમાં લેખિત પરીક્ષા યોજાઈ રહી છે, જેમાં 2.63 લાખથી વધુ ઉમેદવારો ભાગ લઈ રહ્યા છે. પરીક્ષાની પારદર્શિતા જળવાઈ રહે તે માટે બાયોમેટ્રિક અને ફેશિયલ રેકગ્નિશન જેવી આધુનિક વ્યવસ્થા સાથે રાજ્યના 689 કેન્દ્રો પર કડક સુરક્ષા વચ્ચે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.

ગાંધીનગર: ગુજરાત જાહેર સેવા આયોગ-GPSC દ્વારા આગામી તા.7મી જૂન 2026ના રોજ યોજાનારી જાહેરાત ક્રમાંક 3,4,5 અને 6/2026-27ની સામાન્ય અભ્યાસની સંયુક્ત પ્રાથમિક કસોટી અંગે એક અત્યંત મહત્વપૂર્ણ અને સંવેદનશીલ નિર્ણય લેવામાં આવ્યો છે. GPSC દ્વારા સવારે 11:00 થી બપોરે 02:00 વાગ્યા દરમિયાન યોજાનારી આ પરીક્ષામાં ભાગ લેનારા તમામ દિવ્યાંગ ઉમેદવારો માટે વિશેષ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે, જેથી તેઓ કોઈપણ અસુવિધા વિના...