ગાંધીનગરની કેનાલમાં પગ લપસતા બે યુવાન ડૂબ્યાં, ત્રીજો બચાવવા કૂદ્યો; એકનું મોત



ગાંધીનગરની કેનાલમાં પગ લપસતા બે યુવાન ડૂબ્યાં, ત્રીજો બચાવવા કૂદ્યો; એકનું મોત



Gandhinagar News: ગાંધીનગરમાં કેનાલ પાસે પગ લપસતા ત્રણ મિત્રો કેનાલમાં ડૂબી ગયા હતા. ત્યારે તેમાંથી બે યુવકોને બચાવી લેવામાં આવ્યા હતા. જ્યારે અન્ય એક યુવકનું ડૂબી જવાથી મોત નીપજ્યું છે. ત્યારે આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી.
મળતી માહિતી પ્રમાણે, ગાંધીનગરની મેદરા કેનાલ પાસે બે મિત્રો સેલ્ફી લઈ રહ્યા હતા. તે દરમિયાન અચાનક પગ લપસતા બંને મિત્રો કેનાલમાં ખાબક્યા હતા. ત્યારબાદ અન્ય એક મિત્ર તેમને બચાવવા માટે કેનાલમાં કૂદ્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ આસપાસ રહેલા રાહદારીઓ તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા.
રાહદારીઓએ બે ડૂબતા યુવાનોને બચાવી લીધા હતા. જ્યારે અન્ય એક યુવકનું મોત નીપજ્યું હતું. મૃતકની ઓળખ વીર ડીનેશજી ઠાકોર તરીકે થઈ છે. હાલ આ મામલે ડભોળા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.




