ગાંધીનગર સ્થાપના દિવસ: CM ભૂપેન્દ્ર પટેલ અને ડેપ્યુટી CM હર્ષ સંઘવીએ પાઠવી શુભેચ્છા, ‘ગ્રીન સિટી’ના વિકાસને બિરદાવ્યો

દર વર્ષે 2 ઓગસ્ટના રોજ ગાંધીનગર સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવે છે. વર્ષ 1965માં આજના દિવસે સાબરમતી નદીના કિનારે ગાંધીનગરના નિર્માણ માટે પ્રથમ ઈંટ મૂકવામાં આવી હતી. ત્યારબાદ વર્ષ 1970માં ગાંધીનગરને ગુજરાતની રાજધાની બનાવવામાં આવ્યું હતું. આ પહેલાં અમદાવાદ ગુજરાતની રાજધાની હતું.
Rahul Desai
Rahul Desai
ગાંધીનગર સ્થાપના દિવસ: CM ભૂપેન્દ્ર પટેલ અને ડેપ્યુટી CM હર્ષ સંઘવીએ પાઠવી શુભેચ્છા, ‘ગ્રીન સિટી’ના વિકાસને બિરદાવ્યોગાંધીનગર સ્થાપના દિવસ: CM ભૂપેન્દ્ર પટેલ અને ડેપ્યુટી CM હર્ષ સંઘવીએ પાઠવી શુભેચ્છા, ‘ગ્રીન સિટી’ના વિકાસને બિરદાવ્યો

દર વર્ષે 2 ઓગસ્ટના રોજ ગાંધીનગર સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવે છે. વર્ષ 1965માં આજના દિવસે સાબરમતી નદીના કિનારે ગાંધીનગરના નિર્માણ માટે પ્રથમ ઈંટ મૂકવામાં આવી હતી. ત્યારબાદ વર્ષ 1970માં ગાંધીનગરને ગુજરાતની રાજધાની બનાવવામાં આવ્યું હતું. આ પહેલાં અમદાવાદ ગુજરાતની રાજધાની હતું.

ગાંધીનગર સ્થાપના દિવસ નિમિત્તે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની રાજધાનીના નાગરિકોને શુભેચ્છા પાઠવી હતી. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર જણાવ્યું હતું કે ગુજરાતના હૃદય સમાન અને ‘ગ્રીન સિટી’ તરીકે ઓળખાતી ગાંધીનગર રાજ્યના સુશાસન અને વહીવટી વ્યવસ્થાનું મહત્વનું કેન્દ્ર છે.
 

CM ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ગાંધીનગર માત્ર હરિયાળું અને સુવ્યવસ્થિત શહેર જ નથી રહ્યું, પરંતુ શિક્ષણ ક્ષેત્રે હબ તેમજ આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ઉત્તમ મોડેલ તરીકે પણ વિકસ્યું છે. તેમણે આશા વ્યક્ત કરી કે ગાંધીનગર પર્યાવરણ સંરક્ષણ સાથે વિકાસની નવી ઊંચાઈઓ સર કરતું રહેશે.

ગુજરાતના ડેપ્યુટી CM હર્ષ સંઘવીએ પણ ગાંધીનગર સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવી હતી. તેમણે ગાંધીનગરને પ્રગતિ અને હરિયાળીનું પ્રતીક ગણાવી ગુજરાતની ગૌરવશાળી રાજધાની તરીકે તેની પ્રશંસા કરી હતી.

ગાંધીનગર દેશના આયોજનબદ્ધ રીતે વસાવવામાં આવેલા શહેરોમાંનું એક છે. તે ગુજરાતની રાજધાની ઉપરાંત મોટા કાર્યક્રમો અને શિક્ષણનું કેન્દ્ર પણ બની ગયું છે. ગાંધીનગરનું નામ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના નામ પરથી રાખવામાં આવ્યું છે. વિધાનસભા ઉપરાંત મહાત્મા મંદિર પણ શહેરના મહત્વના સ્થળોમાં સામેલ છે.