72st National Films Awards: 72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સ જાહેર: કાર્તિક આર્યન અને મમૂટ્ટીને બેસ્ટ એક્ટર, યામી ગૌતમ બેસ્ટ એક્ટ્રેસ

નવી દિલ્હી: ભારતીય સિનેમાના સૌથી પ્રતિષ્ઠિત સન્માનોમાંના એક એવા 72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સના વિજેતાઓની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. વર્ષ 2024 દરમિયાન રિલીઝ થયેલી શ્રેષ્ઠ ફિલ્મો અને કલાકારોને આ પ્રતિષ્ઠિત એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. આ વર્ષે 'ચંદુ ચેમ્પિયન' માટે કાર્તિક આર્યન અને 'બ્રહ્મયુગમ' માટે મમૂટ્ટીને સંયુક્ત રીતે બેસ્ટ એક્ટરનો નેશનલ એવોર્ડ મળ્યો છે. જ્યારે 'આર્ટિકલ 370' ફિલ્મમાં શાનદાર અભિનય બદલ...
Rupin Bakraniya
Rupin Bakraniya
AI Generated ImagesAI Generated Images

AI Generated Images

નવી દિલ્હી: ભારતીય સિનેમાના સૌથી પ્રતિષ્ઠિત સન્માનોમાંના એક એવા 72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સના વિજેતાઓની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. વર્ષ 2024 દરમિયાન રિલીઝ થયેલી શ્રેષ્ઠ ફિલ્મો અને કલાકારોને આ પ્રતિષ્ઠિત એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. આ વર્ષે 'ચંદુ ચેમ્પિયન' માટે કાર્તિક આર્યન અને 'બ્રહ્મયુગમ' માટે મમૂટ્ટીને સંયુક્ત રીતે બેસ્ટ એક્ટરનો નેશનલ એવોર્ડ મળ્યો છે. જ્યારે 'આર્ટિકલ 370' ફિલ્મમાં શાનદાર અભિનય બદલ યામી ગૌતમને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ એનાયત થયો છે.

'શ્રીકાંત' બની બેસ્ટ હિન્દી ફિલ્મ
નેશનલ ફિલ્મ એવોર્ડ્સમાં 'શ્રીકાંત'ને બેસ્ટ હિન્દી ફિલ્મનો ખિતાબ મળ્યો છે. જ્યારે 'આર્ટિકલ 370'ને બેસ્ટ ફીચર ફિલ્મ તરીકે પસંદ કરવામાં આવી છે. જાણીતા ફિલ્મ સમીક્ષક સંજીવ શ્રીવાસ્તવને હિન્દી સિનેમામાં વિશિષ્ટ યોગદાન બદલ બેસ્ટ ફિલ્મ ક્રિટિકનો એવોર્ડ આપવામાં આવ્યો છે.

અન્ય મુખ્ય વિજેતાઓ

  • બેસ્ટ ડિરેક્ટર: આનંદ એલ. રાય
  • બેસ્ટ સપોર્ટિંગ એક્ટર: સંજય મિશ્રા
  • બેસ્ટ કોરિયોગ્રાફી: સ્ત્રી 2 (આજ કી રાત)
  • બેસ્ટ કોસ્ટ્યુમ ડિઝાઇન: પુષ્પા 2
  • બેસ્ટ પ્રોડક્શન ડિઝાઇન: કલ્કી 2898 AD
  • બેસ્ટ સાઉન્ડ ડિઝાઇન: ભૂલ ભુલૈયા 3
  • બેસ્ટ ડોક્યુમેન્ટરી: રામ-નામી
  • બેસ્ટ ઐતિહાસિક ફિલ્મ: કાકોરી
     
  • સ્પેશિયલ મેન્શન - ચોલા ડોરા ઔર સુઇ (હિન્દી)
  • ભદ્રા કાલી નાટકમ (મલયાલમ)
  • શ્રેષ્ઠ શોર્ટ ફિલ્મ - હમસફર (મરાઠી)
  • શ્રેષ્ઠ તેલુગુ ફિલ્મ - સમિતિ કુલ્લુ
  • શ્રેષ્ઠ તમિલ ફિલ્મ - રાયન
  • શ્રેષ્ઠ મરાઠી ફિલ્મ - મુકકમ પોસ્ટ બોમ્બિલવાડી
  • શ્રેષ્ઠ ઓડિયા ફિલ્મ - લહારી
  • શ્રેષ્ઠ મલયાલમ ફિલ્મ - ફેમિનીચી ફાતિમા
  • શ્રેષ્ઠ કન્નડ ફિલ્મ - મિથિયા
  • શ્રેષ્ઠ હિન્દી ફિલ્મ - શ્રીકાંત
  • શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મ - મારણ
  • શ્રેષ્ઠ ગઢવાલી ફિલ્મ - ધોલી
  • શ્રેષ્ઠ મણિપુરી ફિલ્મ - સુનીતા
  • શ્રેષ્ઠ કોરિયોગ્રાફી - સ્ત્રી 2 (આજ કી રાત)
  • શ્રેષ્ઠ ગીત - જાને દો શા
  • શ્રેષ્ઠ સંગીત નિર્દેશન - શાશ્વત સચદેવ
  • શ્રેષ્ઠ મેકઅપ - પી. રવિ કુમાર (કમિટી કુલ્લુ)
  • શ્રેષ્ઠ પોશાક - પુષ્પા 2 (દીપાલી નૂર)
  • શ્રેષ્ઠ પ્રોડક્શન ડિઝાઇન - કલ્કી 2898 એડી (નીતિન ચૌધરી)
  • બેસ્ટ એડિટિંગ - મનવીર જસરોટીયા
  • શ્રેષ્ઠ સાઉન્ડ ડિઝાઇન - ભૂલ ભુલૈયા 3
  • બેસ્ટ ડાયલોગ રાઈટર - લકી ભાસ્કર (વેંકી)
  • શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફી - એડમોડ (લાઇફ ઇન લૂમ)
  • શ્રેષ્ઠ મહિલા પ્લેબેક - વૈકોમ વિજયલક્ષ્મી (મલયાલમ)
  • શ્રેષ્ઠ સહાયક અભિનેતા - સંજય મિશ્રા
  • મુખ્ય ભૂમિકામાં શ્રેષ્ઠ અભિનેત્રી - યામી ગૌતમ
  • મુખ્ય ભૂમિકામાં શ્રેષ્ઠ અભિનેતા - કાર્તિક આર્યન/મામૂટી
  • શ્રેષ્ઠ દિગ્દર્શન - આનંદ એલ. રાય (એકતા કા પ્રતિક)
  • શ્રેષ્ઠ ફીચર ફિલ્મ - આર્ટિકલ 370
  • શ્રેષ્ઠ ડોક્યુમેન્ટરી - રામ-નામી (હિન્દી)
  • શ્રેષ્ઠ કલા અને સંસ્કૃતિ ફિલ્મ - મેં નિદા (હિન્દી)
  • શ્રેષ્ઠ ઐતિહાસિક ફિલ્મ - કાકોરી (હિન્દી)
  • બેસ્ટ ડેબ્યુ ડાયરેક્ટર - રવિ રાજ મુર્મુ
  • શ્રેષ્ઠ નોન-ફીચર ફિલ્મ - ભાંગર (મરાઠી-અંગ્રેજી)

આ વર્ષે નેશનલ ફિલ્મ એવોર્ડ્સ માટે માત્ર તે ફિલ્મોને પાત્ર માનવામાં આવી હતી, જેમને 1 જાન્યુઆરી 2024થી 31 ડિસેમ્બર 2024 દરમિયાન CBFC (સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન) તરફથી પ્રમાણપત્ર મળ્યું હતું. જાણીતા ફિલ્મ નિર્માતા જયરાજના અધ્યક્ષસ્થાને 11 સભ્યોની જ્યુરીએ દેશભરની એન્ટ્રીઓનું મૂલ્યાંકન કરીને વિજેતાઓની પસંદગી કરી હતી.