Get News Alerts

Never miss breaking news updates.

દ્વારકામાં ખરાબ હવામાનની આગાહી વચ્ચે તંત્ર એલર્ટ, ઓખા બંદરે 3 નંબરનું સિગ્નલ

હવામાન વિભાગની સંભવિત ભારે વરસાદ અને ખરાબ હવામાનની આગાહીને પગલે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વહીવટી તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. ઓખા બંદર પર દરિયામાં જોખમની ચેતવણી દર્શાવતું 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. ભારે પવન ફૂંકાવાની અને દરિયામાં ઊંચા મોજા ઉછળવાની શક્યતાને ધ્યાનમાં રાખીને માછીમારોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 01 Aug 2026 05:52 PM IST
દ્વારકામાં ખરાબ હવામાનની આગાહી વચ્ચે તંત્ર એલર્ટ, ઓખા બંદરે 3 નંબરનું સિગ્નલદ્વારકામાં ખરાબ હવામાનની આગાહી વચ્ચે તંત્ર એલર્ટ, ઓખા બંદરે 3 નંબરનું સિગ્નલ

હવામાન વિભાગની સંભવિત ભારે વરસાદ અને ખરાબ હવામાનની આગાહીને પગલે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વહીવટી તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. ઓખા બંદર પર દરિયામાં જોખમની ચેતવણી દર્શાવતું 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. ભારે પવન ફૂંકાવાની અને દરિયામાં ઊંચા મોજા ઉછળવાની શક્યતાને ધ્યાનમાં રાખીને માછીમારોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.

માછીમારોને પોતાની બોટને સુરક્ષિત રીતે બંદર પર લાંગરી દેવા તેમજ કાંઠા વિસ્તારથી દૂર રહેવા સૂચના આપવામાં આવી છે. સાથે જ માછીમારોને બોટમાં રહેલો કિંમતી સામાન પણ સુરક્ષિત રાખવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

બીજી તરફ, હવામાન વિભાગની આગાહીને પગલે દ્વારકામાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમર વરસાદની શરૂઆત થતાં દરિયામાં પણ કરંટ જોવા મળ્યો હતો. દ્વારકાના ગોમતીઘાટ પર 10થી 12 ફૂટ ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા હતા.

સુરક્ષાના ભાગરૂપે ગોમતીઘાટ પર પોલીસ જવાનો તહેનાત કરવામાં આવ્યા છે અને યાત્રિકોને ગોમતીઘાટથી દૂર ખસેડવામાં આવ્યા છે.

સંભવિત આપત્તિને પહોંચી વળવા માટે દ્વારકામાં NDRFની 23 જવાનોની ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. ટીમ ડોગ સ્ક્વોડ અને વિવિધ રેસ્ક્યૂ સાધનો સાથે તહેનાત છે. જરૂર જણાય તો નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું સલામત સ્થળે સ્થળાંતર પણ કરવામાં આવશે.

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવા માટે ઇમરજન્સી કંટ્રોલરૂમ પણ કાર્યરત કરવામાં આવ્યો છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.