
Todays Weather : દેશના મોટા ભાગના વિસ્તારોમાં ચોમાસું ફરી એકવાર સક્રિય બન્યું છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા 21 ઓગસ્ટના રોજ દિલ્હી-NCR સહિત દેશના આશરે 23 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી.

હવામાન વિભાગની સંભવિત ભારે વરસાદ અને ખરાબ હવામાનની આગાહીને પગલે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વહીવટી તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. ઓખા બંદર પર દરિયામાં જોખમની ચેતવણી દર્શાવતું 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. ભારે પવન ફૂંકાવાની અને દરિયામાં ઊંચા મોજા ઉછળવાની શક્યતાને ધ્યાનમાં રાખીને માછીમારોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.

દ્વારકાના ગોમતી ઘાટ વિસ્તારમાં દરિયામાં ઉછળતા 8થી 10 ફૂટ ઊંચા મોજા અને તાજેતરમાં બનેલી ઘટના બાદ તંત્રએ મોટી કાર્યવાહી કરી છે. યાત્રિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગોમતી ઘાટ પર પ્રવાસીઓની અવરજવર અને ન્હાવા પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જ્યારે વિસ્તારમાં પોલીસ અને ફાયર વિભાગને તૈનાત કરવામાં આવ્યા છે.