Get News Alerts

Never miss breaking news updates.

દ્વારકાના અરબી સમુદ્રમાં કરંટ સર્જાયો, 8 થી 10 ફૂટ સુધી ઊંચા મોજા ઉછળ્યા

દ્વારકાના અરબી સમુદ્રમાં અચાનક કરંટ સર્જાતા દરિયાઈ પરિસ્થિતિમાં ફેરફાર જોવા મળ્યો છે. સામાન્ય કરતાં પવનની ગતિ વધતા કાંઠા વિસ્તારમાં 8 થી 10 ફૂટ જેટલા ઊંચા મોજા ઉછળ્યા હતા. હવામાન વિભાગની આગાહીને લઈને આગામી દિવસોમાં વરસાદી માહોલ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, ત્યારે દરિયાકાંઠે સાવચેતી વધારવામાં આવી છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 30 May 2026 01:44 PM IST
દ્વારકાના અરબી સમુદ્રમાં કરંટ સર્જાયો, 8 થી 10 ફૂટ સુધી ઊંચા મોજા ઉછળ્યાદ્વારકાના અરબી સમુદ્રમાં કરંટ સર્જાયો, 8 થી 10 ફૂટ સુધી ઊંચા મોજા ઉછળ્યા

દ્વારકા: અરબી સમુદ્રમાં દ્વારકા કાંઠે આજે દરિયાઈ પરિસ્થિતિમાં નોંધપાત્ર બદલાવ જોવા મળ્યો છે. સમુદ્રમાં કરંટ જોવા મળ્યો હોવાના કારણે સામાન્ય કરતાં પવનની ગતિમાં પણ વધારો નોંધાયો છે.

સ્થાનિક માહિતી મુજબ દરિયાકાંઠે અંદાજે 8 થી 10 ફૂટ જેટલા ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા હતા, જેના કારણે કાંઠા વિસ્તારમાં ચિંતા સાથેનું વાતાવરણ સર્જાયું છે.

ગરમીથી રાહત મેળવવા માટે અનેક સહેલાણીઓ દરિયાકાંઠે પહોંચ્યા હતા, પરંતુ અચાનક વધેલા મોજા અને પવનના કારણે લોકોમાં થોડો ભયનો માહોલ પણ જોવા મળ્યો હતો.

હવામાન વિભાગની આગાહીને લઈને સમુદ્રમાં આ પ્રકારનો કરંટ સર્જાયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. આગામી 2 થી 3 દિવસ સુધી વિસ્તારમાં વરસાદી માહોલ રહેવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.

સ્થાનિક તંત્ર દ્વારા દરિયાકાંઠે સાવચેતી રાખવાની સૂચના આપવામાં આવી છે અને લોકોને ઊંચા મોજાવાળા વિસ્તારોમાં ન જવાની અપીલ કરવામાં આવી છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.