Get News Alerts

Never miss breaking news updates.

ડોનાલ્ડ ટ્રમ્પે શેર કર્યો વિવાદાસ્પદ ફોટો, પોતે ઇસુ ખ્રિસ્ત હોવાનો દાવો

Donald Trump Jesus Photo Viral: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક શર્મશાર નિવેદન આપ્યું છે. અમેરિકામાં જન્મેલા પોપ લિયો 14મા પર નિશાન સાધતા રવિવારે રાતે કહ્યુ હતુ કે, તેમને નથી લાગતું કે પોપ બહુ સારું કામ કરે છે અને બહુ ઉદાર વ્યક્તિ છે. તથા તેમને કટ્ટર ડાબેરીઓને ખુશ કરવાનું બંધ કરકવું જોઈએ.
Admin
AdminUpdated on: 13 Apr 2026 04:05 PM IST
ડોનાલ્ડ ટ્રમ્પે શેર કર્યો વિવાદાસ્પદ ફોટો, પોતે ઇસુ ખ્રિસ્ત હોવાનો દાવોડોનાલ્ડ ટ્રમ્પે શેર કર્યો વિવાદાસ્પદ ફોટો, પોતે ઇસુ ખ્રિસ્ત હોવાનો દાવો

ફાઇલ તસવીર

Donald Trump Jesus Photo Viral: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક શર્મશાર નિવેદન આપ્યું છે. અમેરિકામાં જન્મેલા પોપ લિયો 14મા પર નિશાન સાધતા રવિવારે રાતે કહ્યુ હતુ કે, તેમને નથી લાગતું કે પોપ બહુ સારું કામ કરે છે અને બહુ ઉદાર વ્યક્તિ છે. તથા તેમને કટ્ટર ડાબેરીઓને ખુશ કરવાનું બંધ કરકવું જોઈએ.

ફ્લોરિડાથી વોશિંગ્ટન પરત ફરતી વખતે ટ્રમ્પે સોશિયલ મીડિયામાં પોસ્ટ લખીને અમેરિકી મૂળના પહેલા પોપ લિયોની આકરી ટીકા કરી હતી અને વિમાનમાંથી ઉતરીને એરપોર્ટ પર પત્રકારો સાથેની વાતચીતમાં પણ તેમણે ટીકા કરવાનું ચાલું રાખ્યું હતું. તેમણે કહ્યુ કે, હું પોપ લિયોનો પ્રશંસક નથી. ઉલ્લેખનીય છે કે, પોપ લિયોએ કહ્યુ હતુ કે, સર્વશક્તિમાન હોવાનો ભ્રમ ઇરાનમાં અમેરિકા-ઇઝરાયલ યુદ્ધને ઉશ્કેરી રહ્યું છે. ત્યારે ટ્રમ્પનું નિવેદન સામે આવ્યું હતું.

પોપ અને રાષ્ટ્રપતિ વચ્ચે મતભેદ હોય તે અસામાન્ય નથી, પરંતુ પોપ દ્વારા અમેરિકન નેતાની સીધી ટીકા કરવી તે અસામાન્ય છે અને ટ્રમ્પનો તીક્ષ્ણ પ્રતિભાવ પણ અસામાન્ય છે. રાષ્ટ્રપતિએ તેમની પોસ્ટમાં લખ્યું હતું કે, પોપ લિયો ગુના મામલે નબળા છે અને વિદેશ નીતિ માટે ખૂબ ખરાબ છે. તેમણે પત્રકારોને કહ્યુ હતુ કે, અમને આવો પોપ પસંદ નથી કે જે કહેતો હોય કે પરમાણુ હથિયાર રાખવા બરાબર છે. ત્યારબાદ ટ્રમ્પે એક તસવીર વાયરલ કરી હતી, જેમાં જોઈ શકાય છે કે, તેમની પાસે ઇસા મસીહ જેવી ચમત્કારી શક્તિ છે. બાઇબલ શૈલીના કપડાં પહેરીને ટ્રમ્પ પથારીમાં પડ્યા જેફરી એપ્સ્ટિન જેવા વ્યક્તિને આશીર્વાદ આપતા જોવા મળે છે અને તેમની આંગળીઓમાંથી પ્રકાશ ઝરી રહ્યો છે.

એક સૈનિક, એક નર્સ, એક પ્રાર્થના કરતી સ્ત્રી અને બેઝબોલ કેપ પહેરેલો દાઢીવાળો પુરુષ તેમની સામે જોઈ રહ્યા છે. ઉપર આકાશમાં ગરુડ, એક અમેરિકન ધ્વજ અને ઝાંખી આકૃતિઓ દેખાય છે. યુનાઇટેડ સ્ટેટ્સ અથવા ટ્રમ્પનું નામ લીધા વિના લિયોએ કહ્યું કે, ભગવાન યુદ્ધ કરનારાઓની પ્રાર્થના સાંભળતા નથી, પરંતુ તેમને નકારે છે. ટ્રમ્પે રવિવારે સોશિયલ મીડિયા પર લખ્યું હતુ કે, હું એવો પોપ નથી ઇચ્છતો કે અમેરિકા દ્વારા વેનેઝુએલા પર હુમલો કરવો ખરાબ વાત હતી. જો કે તે દેશ અમેરિકામાં મોટા પ્રમાણમાં માદક દ્રવ્યો અમેરિકામાં વેચતો હતો. ટ્રમ્પે કહ્યુ કે, હું એવો પોપ નથી ઇચ્છતો કે જે અમેરિકાના રાષ્ટ્રપતિની ટીકા કરે, હું એ જ કરું છું જેના માટે મને ભારે બહુમતી સાથે ચૂંટવામાં આવ્યો છે.

AUTHOR
Admin

Admin

Author details are not available.