Get News Alerts

Never miss breaking news updates.

ડાંગના સાપુતારામાં વરસાદી માહોલ જામ્યો, ધુમ્મસભર્યું વાતાવરણ

Dang Rain: રાજ્યના એકમાત્ર ગિરિમથક સાપુતારામાં ચોમાસાની જમાવટ સાથે કુદરતનું મનમોહક રૂપ જોવા મળી રહ્યું છે. સતત બે દિવસથી વરસી રહેલા વરસાદ બાદ બુધવારે વહેલી સવારે સમગ્ર સાપુતારા વિસ્તાર ઘનઘોર ધુમ્મસની ચાદરમાં લપેટાઈ ગયો હતો. ધુમ્મસ એટલું ગાઢ હતું કે, અનેક સ્થળોએ ઝીરો વિઝિબિલિટી જેવી સ્થિતિ સર્જાઈ હતી.
Admin
AdminUpdated on: 24 Jun 2026 09:32 AM IST
ડાંગના સાપુતારામાં વરસાદી માહોલ જામ્યો, ધુમ્મસભર્યું વાતાવરણડાંગના સાપુતારામાં વરસાદી માહોલ જામ્યો, ધુમ્મસભર્યું વાતાવરણ

Dang Rain: રાજ્યના એકમાત્ર ગિરિમથક સાપુતારામાં ચોમાસાની જમાવટ સાથે કુદરતનું મનમોહક રૂપ જોવા મળી રહ્યું છે. સતત બે દિવસથી વરસી રહેલા વરસાદ બાદ બુધવારે વહેલી સવારે સમગ્ર સાપુતારા વિસ્તાર ઘનઘોર ધુમ્મસની ચાદરમાં લપેટાઈ ગયો હતો. ધુમ્મસ એટલું ગાઢ હતું કે, અનેક સ્થળોએ ઝીરો વિઝિબિલિટી જેવી સ્થિતિ સર્જાઈ હતી.

મુખ્ય માર્ગો પર ધુમ્મસ છવાઈ જતા વાહનચાલકોને વાહન હંકારવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જો કે, ધુમ્મસ અને હરિયાળીના અદભૂત સંગમે સાપુતારાના કુદરતી સૌંદર્યમાં ચાર ચાંદ લગાવી દીધા હતા. ધુમ્મસભર્યા આહલાદક વાતાવરણ અને મનોહર દ્રશ્યો પ્રવાસીઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા, જેના કારણે પ્રવાસીઓએ કુદરતી નજારાઓની ભરપૂર મજા માણી હતી.

AUTHOR
Admin

Admin

Author details are not available.