વડનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘પ્રેરણા સંકુલ’ની મુલાકાત લીધી



વડનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘પ્રેરણા સંકુલ’ની મુલાકાત લીધી



વડનગર વડનગર ખાતે રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં સહભાગી થયા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ બાળપણમાં અભ્યાસ કરેલી કુમાર શાળા પરિસરમાં નિર્માણ પામેલ ‘પ્રેરણા સંકુલ’ની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે સંકુલમાં કાર્યરત વિવિધ શૈક્ષણિક અને સર્જનાત્મક પ્રવૃત્તિઓનું અવલોકન કર્યું હતું.

મુખ્યમંત્રીએ સંકુલમાં વિદ્યાર્થીઓ દ્વારા હાથ ધરાતી વિવિધ પ્રવૃત્તિઓમાં ઊંડો રસ દાખવ્યો હતો અને તેમની સાથે આત્મીય સંવાદ પણ સાધ્યો હતો. તેમણે સંકુલની શૈક્ષણિક કાર્યપદ્ધતિ અંગે વિસ્તૃત માહિતી મેળવીને તેની કામગીરીને બિરદાવી હતી.
આ મુલાકાત દરમિયાન શિક્ષણ અને સર્જનાત્મકતાના સંકલન દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે ચાલી રહેલા પ્રયાસો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.




