વડનગર ખાતે યોજાયેલા રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં સહભાગી થયા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બાળપણની કુમાર શાળા પરિસરમાં નિર્માણ પામેલ ‘પ્રેરણા સંકુલ’ની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે સંકુલની વિવિધ શૈક્ષણિક અને સર્જનાત્મક પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કરીને વિદ્યાર્થીઓ સાથે આત્મીય સંવાદ સાધ્યો હતો.