ભાવનગરમાં સરકારી અનાજના કાળા કારોબારનો પર્દાફાશ, ₹21 લાખનો જથ્થો ઝડપાયો

ભાવનગર જિલ્લામાં સરકારી અનાજના કથિત ગેરકાયદેસર સંગ્રહનો મામલો સામે આવ્યો છે. મહુવા તાલુકામાં મામલતદાર અને પોલીસ દ્વારા સંયુક્ત કાર્યવાહી કરીને નેશનલ હાઈવે નજીક ઉમણીયાવદર પેટ્રોલ પંપ સામે આવેલા એક ગોડાઉનમાંથી અંદાજે ₹20.99 લાખની કિંમતનો અનાજનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.
Rahul Desai
Rahul Desai
ભાવનગરમાં સરકારી અનાજના કાળા કારોબારનો પર્દાફાશ, ₹21 લાખનો જથ્થો ઝડપાયોભાવનગરમાં સરકારી અનાજના કાળા કારોબારનો પર્દાફાશ, ₹21 લાખનો જથ્થો ઝડપાયો

ભાવનગર જિલ્લામાં સરકારી અનાજના કથિત ગેરકાયદેસર સંગ્રહનો મામલો સામે આવ્યો છે. મહુવા તાલુકામાં મામલતદાર અને પોલીસ દ્વારા સંયુક્ત કાર્યવાહી કરીને નેશનલ હાઈવે નજીક ઉમણીયાવદર પેટ્રોલ પંપ સામે આવેલા એક ગોડાઉનમાંથી અંદાજે ₹20.99 લાખની કિંમતનો અનાજનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ, ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને સરકારી યોજનાઓ હેઠળ આપવામાં આવતા અનાજનો ગોડાઉનમાં મોટા પ્રમાણમાં સંગ્રહ કરવામાં આવ્યો હોવાની માહિતી જાગૃત નાગરિક દ્વારા પોલીસ કંટ્રોલ રૂમમાં આપવામાં આવી હતી. માહિતીના આધારે મહુવાના મામલતદાર દ્વારા દરોડો પાડીને તપાસ હાથ ધરવામાં આવી હતી.

દરોડા દરમિયાન ગોડાઉનમાંથી કુલ 32,491 કિલો ઘઉં, 8,400 કિલો ચોખા, 843 કિલો બાજરી, 850 કિલો ચણા અને 1,350 કિલો તુવેર દાળનો જથ્થો મળી આવ્યો હતો. જપ્ત કરાયેલા અનાજના જથ્થાની કુલ કિંમત અંદાજે ₹20 લાખ 99 હજાર હોવાનું સામે આવ્યું છે.

કાર્યવાહી દરમિયાન અધિકારીઓ દ્વારા ગોડાઉનને સીલ કરવામાં આવ્યું હતું. મળતી માહિતી મુજબ, અફઝલભાઈ નામના વ્યક્તિએ આ ગોડાઉન ભાડે રાખ્યું હતું, જ્યાં મોટા પ્રમાણમાં અનાજનો સંગ્રહ કરવામાં આવ્યો હતો.

આ મામલો સામે આવ્યા બાદ સરકારી અનાજના ગેરકાયદેસર સંગ્રહને લઈને અનેક સવાલો ઊભા થયા છે. સ્થાનિક સ્તરે સંગ્રહખોરો અને પુરવઠા વિભાગ વચ્ચે મિલીભગત હોવાની ચર્ચા પણ થઈ રહી છે. જોકે, આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. સમગ્ર મામલે તંત્ર દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે.