
ભાવનગર જિલ્લામાં સરકારી અનાજના કથિત ગેરકાયદેસર સંગ્રહનો મામલો સામે આવ્યો છે. મહુવા તાલુકામાં મામલતદાર અને પોલીસ દ્વારા સંયુક્ત કાર્યવાહી કરીને નેશનલ હાઈવે નજીક ઉમણીયાવદર પેટ્રોલ પંપ સામે આવેલા એક ગોડાઉનમાંથી અંદાજે ₹20.99 લાખની કિંમતનો અનાજનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.

કેતન રાજપુરા, ભાવનગર: ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં બુટલેગરો બેફામ બન્યા છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં પોલીસે એક મોટી કાર્યવાહી કરીને ડુપ્લીકેટ દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપી પાડી છે. મહુવાના ગુંદરણા ગામે એક ડિહાઇડ્રેશન પ્લાન્ટમાં ચાલતી આ ગેરકાયદે પ્રવૃત્તિનો પેરોલ ફર્લો સ્કવોર્ડે પર્દાફાશ કર્યો છે. ડુપ્લીકેટ દારૂનું ગેરકાયદેસર ઉત્પાદન થતું હોવાની બાતમી રાહે દરોડા પાડતા પોલીસને સફળતા મળી હતી.