Get News Alerts

Never miss breaking news updates.

ભરૂચના વિલાયત ખાતે વિશ્વના સૌથી મોટા CPVC રેઝિન પ્લાન્ટના પ્રથમ તબક્કાનું લોકાર્પણ, CM ભૂપેન્દ્ર પટેલે કર્યું ઉદ્ઘાટન

ભરુચમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દુરંદેશી નેતૃત્વ હેઠળ ગુજરાત આજે પોલિસી આધારિત રાજ્ય તરીકે વૈશ્વિક નકશા પર આગવી ઓળખ ધરાવે છે. રાજ્ય સરકારે ઉદ્યોગમૈત્રી નીતિઓ અપનાવી વિવિધ ક્ષેત્રોના રોકાણકારોને અનુકૂળ વાતાવરણ પૂરું પાડ્યું છે, જેના પરિણામે ગુજરાત ઉદ્યોગો માટે પ્રથમ પસંદગી બન્યું છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 16 Jun 2026 12:54 PM IST
ભરૂચના વિલાયત ખાતે વિશ્વના સૌથી મોટા CPVC રેઝિન પ્લાન્ટના પ્રથમ તબક્કાનું લોકાર્પણ, CM ભૂપેન્દ્ર પટેલે કર્યું ઉદ્ઘાટનભરૂચના વિલાયત ખાતે વિશ્વના સૌથી મોટા CPVC રેઝિન પ્લાન્ટના પ્રથમ તબક્કાનું લોકાર્પણ, CM ભૂપેન્દ્ર પટેલે કર્યું ઉદ્ઘાટન

ભરૂચ: ભરૂચ જિલ્લાના વિલાયત ખાતે આદિત્ય બિરલા ગ્રુપની ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ અને વિશ્વની અગ્રણી સ્પેશિયાલિટી કેમિકલ કંપની લુબ્રીઝોલના સહયોગથી નિર્મિત વિશ્વના સૌથી મોટા અને અત્યાધુનિક CPVC રેઝિન મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.

 

આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દુરંદેશી નેતૃત્વ હેઠળ ગુજરાત આજે પોલિસી આધારિત રાજ્ય તરીકે વૈશ્વિક નકશા પર આગવી ઓળખ ધરાવે છે. રાજ્ય સરકારે ઉદ્યોગમૈત્રી નીતિઓ અપનાવી વિવિધ ક્ષેત્રોના રોકાણકારોને અનુકૂળ વાતાવરણ પૂરું પાડ્યું છે, જેના પરિણામે ગુજરાત ઉદ્યોગો માટે પ્રથમ પસંદગી બન્યું છે.

મુખ્યમંત્રીએ નવા CPVC પ્લાન્ટને રાજ્યના મજબૂત ઔદ્યોગિક માળખા, રોકાણમૈત્રી અભિગમ અને ‘મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ’ વિઝનનું શ્રેષ્ઠ ઉદાહરણ ગણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે આ પ્રોજેક્ટ માત્ર ઔદ્યોગિક વિકાસને જ નહીં, પરંતુ રોજગારી સર્જન, ટેક્નોલોજીકલ પ્રગતિ અને વૈશ્વિક સ્તરે ગુજરાતની પ્રતિષ્ઠા વધારવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ અત્યાધુનિક પ્લાન્ટ સસ્ટેનેબલ ડેવલપમેન્ટના ધોરણોને અનુસરી ગુજરાતને વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ હબ તરીકે વધુ મજબૂત બનાવશે અને ‘વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત’ના સંકલ્પને સાકાર કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.