અક્ષર પટેલે રચ્યો ઈતિહાસ! T20Iમાં 100 વિકેટ લેનારા ભારતના પ્રથમ સ્પિનર બન્યા



ફાઈલ ફોટો
અક્ષર પટેલે રચ્યો ઈતિહાસ! T20Iમાં 100 વિકેટ લેનારા ભારતના પ્રથમ સ્પિનર બન્યા



ફાઈલ ફોટો
ઈંગ્લેન્ડ ઈંગ્લેન્ડ સામે રમાયેલી બીજી ટી20 ઈન્ટરનેશનલ મેચમાં ભારતીય ટીમને 4 વિકેટે પરાજય મળ્યો હતો. જોકે, આ મેચ અક્ષર પટેલ માટે યાદગાર બની રહી. તેમણે ઈંગ્લેન્ડના કેપ્ટન હેરી બ્રૂકની વિકેટ લઈને ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પોતાની 100મી વિકેટ પૂર્ણ કરી હતી.
આ સાથે અક્ષર પટેલ ભારત તરફથી ટી20 ઈન્ટરનેશનલમાં 100 વિકેટ લેનારા પ્રથમ સ્પિનર બન્યા છે. તેમણે 98 મેચમાં આ સિદ્ધિ હાંસલ કરી છે અને આ દરમિયાન તેમનો ઈકોનોમી રેટ 7.37 રહ્યો છે.
ભારતના સ્પિનરોમાં યુઝવેન્દ્ર ચહલ 80 મેચમાં 96 વિકેટ સાથે બીજા સ્થાને છે, જ્યારે કુલદીપ યાદવે 54 મેચમાં 95 વિકેટ લઈને ત્રીજું સ્થાન મેળવ્યું છે. જોકે આ મેચમાં અક્ષર બેટિંગમાં ખાસ કમાલ કરી શક્યા નહોતા અને માત્ર 2 રન બનાવી રનઆઉટ થયા હતા.
મેચની વાત કરીએ તો ભારતે પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 7 વિકેટે 190 રન બનાવ્યા હતા. અભિષેક શર્માએ 24 બોલમાં 43 રનની આક્રમક ઇનિંગ્સ રમી હતી, જ્યારે ઈશાન કિશને 49 અને કેપ્ટન શ્રેયસ અય્યરે 37 રનનું યોગદાન આપ્યું હતું. અંતિમ ઓવરોમાં તિલક વર્માએ 11 બોલમાં અણનમ 24 રન ફટકાર્યા હતા.
191 રનના લક્ષ્યનો પીછો કરતા ઈંગ્લેન્ડે 19 ઓવરમાં 6 વિકેટ ગુમાવી મેચ જીતી લીધી હતી. જેકબ બેથેલે 46 બોલમાં અણનમ 76 રનની મેચ વિનિંગ ઇનિંગ્સ રમી હતી. જ્યારે હેરી બ્રૂકે 39 અને ટોમ બેન્ટને પણ 39 રન બનાવી ઈંગ્લેન્ડને જીત અપાવી હતી




