
ઈંગ્લેન્ડ સામે બીજી ટી20 મેચમાં ભારતને 4 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. મેચ બાદ ભારતીય કેપ્ટન શ્રેયસ અય્યરે ટીમની ભૂલો સ્વીકારી, પરંતુ કોઈ એક ખેલાડીને હાર માટે જવાબદાર ઠેરવવાનો ઈનકાર કર્યો. સાથે જ તેમણે યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશીના ડેબ્યૂ અને ઈંગ્લેન્ડના બેટર જેકબ બેથેલના પ્રદર્શનની પણ પ્રશંસા કરી.

ભારતીય ટીમને ઈંગ્લેન્ડ સામે બીજી ટી20 મેચમાં 4 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ ઓલ્ડ ટ્રાફર્ડમાં ઓલરાઉન્ડર અક્ષર પટેલે ઐતિહાસિક સિદ્ધિ પોતાના નામે કરી. અક્ષર હવે ટી20 ઈન્ટરનેશનલમાં ભારત તરફથી 100 વિકેટ લેનારા પ્રથમ સ્પિનર બન્યા છે.

ઈંગ્લેન્ડ સામેની પાંચ મેચની T20 સિરીઝ પહેલાં પૂર્વ ભારતીય ક્રિકેટર ચેતેશ્વર પૂજારાએ ભારતીય ટીમના કેપ્ટન શ્રેયસ અય્યરને લઈને મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. પૂજારાના મતે અય્યર પાસે ટીમનું સફળ નેતૃત્વ કરવાની ક્ષમતા છે, પરંતુ આ સિરીઝમાં તેમની બેટિંગ જ સૌથી મોટી કસોટી બનશે અને તે જ તેમની ભારતીય T20 ટીમમાં વાપસીની સફળતા નક્કી કરશે.