એશિયન ગેમ્સ 2026 માટે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ જાહેર: હરમનપ્રીત કૌર કેપ્ટન



ફાઈલ ફોટો
એશિયન ગેમ્સ 2026 માટે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ જાહેર: હરમનપ્રીત કૌર કેપ્ટન



ફાઈલ ફોટો
મુંબઈ: BCCIની પસંદગી સમિતિએ એશિયન ગેમ્સ 2026 માટે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ જાહેર કરી છે. ટીમમાં મોટાભાગના ખેલાડીઓ એવા જ છે જેમણે તાજેતરમાં T20 વર્લ્ડ કપમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. જોકે, એક મહત્વપૂર્ણ ફેરફાર તરીકે યાસ્તિકા ભાટિયાના સ્થાને ડાબોડી બેટર અને વિકેટકીપર જી. કામલિનીને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે.
એશિયન ગેમ્સ 2026નું આયોજન 19 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર દરમિયાન જાપાનના આઇચી-નાગોયામાં થશે. ભારત ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે ટૂર્નામેન્ટમાં ઉતરશે. ભારતે અગાઉ ચીનના હાંગઝોઉમાં યોજાયેલા એશિયન ગેમ્સમાં મહિલા ક્રિકેટમાં ઐતિહાસિક ગોલ્ડ મેડલ જીત્યો હતો.
બેટિંગમાં ઉપ-કેપ્ટન સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા અને જેમિમા રોડ્રિગ્સ પર મોટી જવાબદારી રહેશે. જ્યારે દીપ્તિ શર્મા મધ્યક્રમને મજબૂતી આપશે. વિકેટકીપિંગની જવાબદારી ઋચા ઘોષ સંભાળશે અને બેકઅપ વિકેટકીપર તરીકે જી. કામલિની ટીમમાં રહેશે.
બોલિંગ વિભાગમાં રેણુકા સિંહ ઠાકુર અને અરુંધતી રેડ્ડી ફાસ્ટ બોલિંગનું નેતૃત્વ કરશે, જ્યારે રાધા યાદવ અને શ્રેયંકા પાટીલ સ્પિન વિભાગ સંભાળશે. જોકે BCCIએ સ્પષ્ટ કર્યું છે કે શ્રેયંકા પાટીલની અંતિમ પસંદગી તેમની ફિટનેસ ક્લિયરન્સ પર નિર્ભર રહેશે.
એશિયન ગેમ્સ 2026 માટે ભારતીય મહિલા ટીમ:
હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (ઉપ-કેપ્ટન), શેફાલી વર્મા, જેમિમા રોડ્રિગ્સ, દીપ્તિ શર્મા, ઋચા ઘોષ (વિકેટકીપર), જી. કામલિની (વિકેટકીપર), ભારતી ફુલમાલી, શ્રી ચરણી, રેણુકા સિંહ ઠાકુર, ક્રાંતિ ગૌડ, અરુંધતી રેડ્ડી, શ્રેયંકા પાટીલ (ફિટનેસ પર નિર્ભર), રાધા યાદવ અને નંદિની શર્મા.




