૬૫ કરોડના ખર્ચે આણંદ રેલવે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ, અમૂલ અને સરદાર પટેલની થીમ પર થશે પુનઃવિકાસ

આણંદ શહેર માટે ગૌરવના સમાચાર સામે આવ્યા છે. લગભગ ૧૦૦ વર્ષ જૂના ઐતિહાસિક આણંદ રેલવે સ્ટેશનનું હવે આધુનિક ધોરણે પુનઃવિકાસ કરવામાં આવશે. કેન્દ્ર સરકારની અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ રેલવે મંત્રાલયે આણંદ રેલવે સ્ટેશનના નવીનીકરણ માટે રૂ. ૬૫ કરોડના પ્રોજેક્ટને સત્તાવાર મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ સ્ટેશનને 'વર્લ્ડ ક્લાસ' સુવિધાઓથી સજ્જ બનાવવામાં આવશે.
Growth Now News
Growth Now News
૬૫ કરોડના ખર્ચે આણંદ રેલવે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ, અમૂલ અને સરદાર પટેલની થીમ પર થશે પુનઃવિકાસ૬૫ કરોડના ખર્ચે આણંદ રેલવે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ, અમૂલ અને સરદાર પટેલની થીમ પર થશે પુનઃવિકાસ

આણંદ શહેર માટે ગૌરવના સમાચાર સામે આવ્યા છે. લગભગ ૧૦૦ વર્ષ જૂના ઐતિહાસિક આણંદ રેલવે સ્ટેશનનું હવે આધુનિક ધોરણે પુનઃવિકાસ કરવામાં આવશે. કેન્દ્ર સરકારની 'અમૃત ભારત સ્ટેશન યોજના' હેઠળ રેલવે મંત્રાલયે આણંદ રેલવે સ્ટેશનના નવીનીકરણ માટે રૂ. ૬૫ કરોડના પ્રોજેક્ટને સત્તાવાર મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ સ્ટેશનને 'વર્લ્ડ ક્લાસ' સુવિધાઓથી સજ્જ બનાવવામાં આવશે.

નવી ડિઝાઇનમાં આણંદની આગવી ઓળખને વિશેષ સ્થાન આપવામાં આવશે. સ્ટેશનની થીમ દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ અને વિશ્વવિખ્યાત શ્વેત ક્રાંતિના પ્રતિક અમૂલ ડેરી પર આધારિત રહેશે. સ્ટેશનના આર્કિટેક્ચર, આંતરિક સજાવટ અને વિવિધ કલાત્મક તત્વોમાં આ બંને પ્રેરણાસ્ત્રોતોની ઝલક જોવા મળશે.

પુનઃવિકાસ અંતર્ગત મુસાફરો માટે આધુનિક પ્રતીક્ષાલય, સુધારેલી પ્રવેશ અને નિર્ગમ વ્યવસ્થા, દિવ્યાંગજનને અનુકૂળ સુવિધાઓ, સ્વચ્છતા, ડિજિટલ માહિતી પ્રણાલી, સુરક્ષા વ્યવસ્થામાં વધારો તેમજ સ્ટેશન પરિસરની સુંદરતા વધારવાના અનેક કામ હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત મુસાફરોને વધુ આરામદાયક અને સુવિધાસભર પ્રવાસનો અનુભવ મળે તે માટે જરૂરી આધુનિક સુવિધાઓ પણ વિકસાવવામાં આવશે.

આ પ્રોજેક્ટથી માત્ર રેલવે સ્ટેશનનું આધુનિકીકરણ જ નહીં થાય, પરંતુ આણંદની વૈશ્વિક ઓળખને પણ નવી ઊંચાઈ મળશે. દેશ-વિદેશથી આવતા પ્રવાસીઓને સરદાર પટેલના યોગદાન અને અમૂલની શ્વેત ક્રાંતિ વિશે એક અનોખો અનુભવ મળશે.

આણંદના સાંસદ મિતેશ પટેલે આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટને મંજૂરી આપવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવનો આભાર વ્યક્ત કર્યો છે. સ્થાનિક નાગરિકોમાં પણ આ નિર્ણયને લઈને ખુશીની લાગણી જોવા મળી રહી છે.