આણંદ શહેર માટે ગૌરવના સમાચાર સામે આવ્યા છે. લગભગ ૧૦૦ વર્ષ જૂના ઐતિહાસિક આણંદ રેલવે સ્ટેશનનું હવે આધુનિક ધોરણે પુનઃવિકાસ કરવામાં આવશે. કેન્દ્ર સરકારની અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ રેલવે મંત્રાલયે આણંદ રેલવે સ્ટેશનના નવીનીકરણ માટે રૂ. ૬૫ કરોડના પ્રોજેક્ટને સત્તાવાર મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ સ્ટેશનને 'વર્લ્ડ ક્લાસ' સુવિધાઓથી સજ્જ બનાવવામાં આવશે.