સ

સિંહ સંરક્ષણ

તળાજાની જય જનની સાયન્સ સ્કૂલમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી, વિદ્યાર્થીઓએ રેલી યોજી આપ્યો ‘સિંહ બચાવો, જંગલ બચાવો’નો સંદેશ

તળાજાની જય જનની સાયન્સ સ્કૂલમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી, વિદ્યાર્થીઓએ રેલી યોજી આપ્યો ‘સિંહ બચાવો, જંગલ બચાવો’નો સંદેશ

વિશ્વ સિંહ દિવસ નિમિત્તે તળાજાની જય જનની સાયન્સ સ્કૂલ ખાતે 10 ઓગસ્ટ, 2026ના રોજ વિવિધ કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓમાં એશિયાટિક સિંહના સંરક્ષણ અને તેના મહત્વ અંગે જાગૃતિ આવે તે હેતુથી યોજાયેલા કાર્યક્રમમાં ભાવનગર જિલ્લા DFO યોગેશભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને સિંહ દિવસ નિમિત્તે માર્ગદર્શન આપી વન્યજીવ સંરક્ષણ માટે પ્રોત્સાહિત કર્યા હતા.

Rahul Desai
જૂનાગઢના સાસણમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી: બાળકોએ રેલી યોજી આપ્યો ‘સિંહ બચાવો, જંગલ બચાવો’નો સંદેશ

જૂનાગઢના સાસણમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી: બાળકોએ રેલી યોજી આપ્યો ‘સિંહ બચાવો, જંગલ બચાવો’નો સંદેશ

વિશ્વભરમાં દર વર્ષે 10 ઓગસ્ટે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ નિમિત્તે જૂનાગઢ સહિત સમગ્ર ગીર પંથકમાં સિંહ સંરક્ષણને લઈને વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. એશિયાટિક સિંહોના મુખ્ય નિવાસસ્થાન એવા સાસણ ગીર ખાતે વન વિભાગ અને સ્થાનિક લોકોના સંયુક્ત પ્રયાસોથી વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી પણ વર્ચ્યુઅલી જોડાઈને સંદેશ પાઠવ્યો હતો.

Rahul Desai
ગીરની અમૂલ્ય ધરોહર એશિયાટિક સિંહ: વિશ્વ સિંહ દિવસે સંરક્ષણ અને સ્વચ્છતાનો સંકલ્પ

ગીરની અમૂલ્ય ધરોહર એશિયાટિક સિંહ: વિશ્વ સિંહ દિવસે સંરક્ષણ અને સ્વચ્છતાનો સંકલ્પ

ગુજરાતની ઓળખ અને કુદરતી વારસાનું ગૌરવ ગણાતા ગીરના એશિયાટિક સિંહોના સંરક્ષણ માટે વિશ્વ સિંહ દિવસ નિમિત્તે જનજાગૃતિનો સંદેશ આપવામાં આવી રહ્યો છે. ગીરનો સિંહ માત્ર ગુજરાતનું ઘરેણું જ નહીં, પરંતુ કુદરત અને વન્યજીવ સંરક્ષણની સફળતાનું જીવંત પ્રતીક છે. સિંહોના સંરક્ષણ સાથે ગીરના જંગલ અને આસપાસના પર્યાવરણને સ્વચ્છ રાખવાની જવાબદારી પણ દરેકની છે.

Rahul Desai
ગીરનો સાવજ: ગુજરાતનું ગૌરવ અને સંરક્ષણની ગૌરવગાથા

ગીરનો સાવજ: ગુજરાતનું ગૌરવ અને સંરક્ષણની ગૌરવગાથા

Gir Lion Conservation: ગુજરાતની ઓળખ, ગૌરવ અને ઘરેણા સમાન એશિયાટિક સિંહ આજે માત્ર ગીરના જંગલ પૂરતો સીમિત રહ્યો નથી. સિંહોની વધતી વસ્તી સાથે તેમનો વસવાટ વિસ્તાર પણ સતત વિસ્તરી રહ્યો છે. ગીરના જંગલથી લઈને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારો અને દરિયાકાંઠા સુધી સિંહોની અવરજવર જોવા મળી રહી છે. વિશ્વ સિંહ દિવસ નિમિત્તે ગીરના સાવજની વિશેષતા, વધતી વસ્તી, વિસ્તરતો વસવાટ, સંરક્ષણના પ્રયાસો અને...

Rupin Bakraniya
વિશ્વ સિંહ દિવસ: ગીર અને સિંહો સાથેના ચાર દાયકાના નાતાને યાદ કરતા પરિમલ નથવાણી

વિશ્વ સિંહ દિવસ: ગીર અને સિંહો સાથેના ચાર દાયકાના નાતાને યાદ કરતા પરિમલ નથવાણી

World Lion Day Gir Lions: ગિર અને સિંહો સાથેનો મારો નાતો ચાર દાયકાથી પણ જૂનો છે. ગિર અને સિંહો મારી સમગ્ર ચેતનામાં વણાઈ ગયાં છે. મારી નસોમાં ફરી રહ્યાં છે અને હ્રદયમાં ધબકી રહ્યાં છે. ગિર તથા સિંહોને મેં અસંખ્ય વાર જોયા છે, માણ્યા છે. દરેક ઋતુમાં મેં ગિરની છટા જોઇ છે- વહેલી સવારે, ભર બપોરે, સમી સાંજે. સમગ્ર ગિર...

Rupin Bakraniya
બરડા વન્યજીવ અભયારણ્યની રાજ્યમંત્રી પ્રવિણભાઈ માળીએ લીધી મુલાકાત, માલધારીઓને ઘાસ કાર્ડનું વિતરણ

બરડા વન્યજીવ અભયારણ્યની રાજ્યમંત્રી પ્રવિણભાઈ માળીએ લીધી મુલાકાત, માલધારીઓને ઘાસ કાર્ડનું વિતરણ

દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લામાં વિસ્તરેલા બરડા વન્યજીવ અભયારણ્યની ગુજરાતના વન અને પર્યાવરણ રાજ્યમંત્રી પ્રવિણભાઈ માળીએ મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન તેમણે અધિકારીઓ સાથે જંગલ સફારી કરી હતી અને અભયારણ્યમાં ચાલી રહેલી વન વિભાગની કામગીરીની સમીક્ષા કરી હતી.

Rahul Desai
વિશ્વ સિંહ દિવસ: માનવ હુમલામાં સંડોવાયેલા સિંહો માટે આંબરડી સફારી પાર્કમાં બનશે ખાસ સીમિત ક્ષેત્ર

વિશ્વ સિંહ દિવસ: માનવ હુમલામાં સંડોવાયેલા સિંહો માટે આંબરડી સફારી પાર્કમાં બનશે ખાસ સીમિત ક્ષેત્ર

10 ઓગસ્ટે વિશ્વ સિંહ દિવસની ઉજવણી વચ્ચે ગુજરાત સરકારે સિંહ સંરક્ષણને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. માનવ હુમલામાં સંડોવાયેલા સિંહોને રાખવા માટે અમરેલી જિલ્લાના ધારી નજીક આવેલા આંબરડી સફારી પાર્કમાં 100 હેક્ટર વિસ્તારમાં ખાસ સીમિત ક્ષેત્ર બનાવવામાં આવશે. આ વિસ્તારમાં ફેન્સિંગ કરીને સિંહોને તેમની કુદરતી હેબિટેટને અનુરૂપ વાતાવરણમાં રાખવામાં આવશે.

Rahul Desai