પાલડીમાં 49 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો, ઘરકામ કરતો શખ્સ નીકળ્યો માસ્ટરમાઇન્ડ

અમદાવાદના પાલડી વિસ્તારમાં ટેક્સટાઇલ વેપારીના ઘરે થયેલી રૂ.49 લાખની ચોરીનો પોલીસે ભેદ ઉકેલી કાઢ્યો છે. ઘરકામ કરતો શખ્સ જ ચોરીનો મુખ્ય આરોપી હોવાનું સામે આવ્યું છે. પોલીસે એક આરોપીની ધરપકડ કરી રૂ.26.17 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો છે, જ્યારે અન્ય બે આરોપીઓ હાલ ફરાર છે.
Rahul Desai
Rahul Desai
પાલડીમાં 49 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો, ઘરકામ કરતો શખ્સ નીકળ્યો માસ્ટરમાઇન્ડપાલડીમાં 49 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો, ઘરકામ કરતો શખ્સ નીકળ્યો માસ્ટરમાઇન્ડ

અમદાવાદ અમદાવાદના પાલડી વિસ્તારમાં 13 જુલાઈના રોજ ટેક્સટાઇલ વેપારીના ઘરે થયેલી રૂ.49 લાખની ચોરીના કેસમાં પોલીસે મોટી સફળતા મેળવી છે. તપાસ દરમિયાન સામે આવ્યું કે, વેપારીના ઘરે ઘરકામ કરતો કમલેશ મીણા જ ચોરી પાછળનો મુખ્ય આરોપી હતો. ફરિયાદી પાસે કમલેશ અંગે કોઈ સંપૂર્ણ માહિતી ન હોવાથી પોલીસ માટે શરૂઆતમાં તપાસ પડકારરૂપ બની હતી.

પોલીસ તપાસમાં ખુલાસો થયો કે કમલેશ મીણા અને બાબુલાલ વર્ષોથી મિત્રો હતા અને સાથે કામ કરતા હતા. ચોરી કર્યા બાદ કમલેશે ડરના કારણે ચોરીના દાગીના બાબુલાલને આપી દીધા હતા અને પોતે ફરાર થઈ ગયો હતો. તેમજ દાગીના તેના ભત્રીજા ગૌતમને આપવાની પણ જાણ કરી હતી.

પોલીસે આ કેસમાં બાબુલાલની ધરપકડ કરી તેની પાસેથી રૂ.26.17 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ચોરીમાં સામેલ કમલેશ મીણા અને ગૌતમ હાલ ફરાર છે, જેને ઝડપી પાડવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગે અમદાવાદ પોલીસના ડીસીપી ઝોન-7 શિવમ વર્માએ જણાવ્યું કે, આરોપીઓએ ઘરની તિજોરીમાંથી દાગીના સહિતનો મુદ્દામાલ ચોરી કર્યો હતો. હાલ ફરાર આરોપીઓને પકડવા માટે પોલીસની અલગ અલગ ટીમો દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.