6 બોલમાં 48 રન! અફઘાનિસ્તાનના યુવા બેટ્સમેને રચ્યો વિશ્વ રેકોર્ડ



6 બોલમાં 48 રન! અફઘાનિસ્તાનના યુવા બેટ્સમેને રચ્યો વિશ્વ રેકોર્ડ



Sediqullah Atal:ક્રિકેટમાં એક ઓવરમાં સામાન્ય રીતે વધુમાં વધુ 36 રન બની શકે છે, પરંતુ અફઘાનિસ્તાનના યુવા બેટ્સમેન સેદીકુલ્લાહએ આ માન્યતાને ખોટી સાબિત કરી દીધી હતી. માત્ર 21 વર્ષની ઉંમરે તેમણે એક જ ઓવરમાં 48 રન ફટકારીને વિશ્વ ક્રિકેટમાં અનોખો રેકોર્ડ બનાવ્યો હતો, જે આજે પણ અતૂટ છે.
આ કારનામું બે વર્ષ પહેલાં કાબુલ પ્રીમિયર લીગમાં થયું હતું. શાહીન હન્ટર્સ તરફથી રમતા અટલે અબાસિન ડિફેન્ડર્સ સામે 19મી ઓવરમાં ડાબોડી સ્પિનર આમિર જજઈની જોરદાર ધોલાઈ કરી હતી.
ઓવરની પ્રથમ બોલ નો-બોલ હતી અને અટલે તેના પર છગ્ગો ફટકાર્યો. ત્યારબાદ બોલરે સતત પાંચ વાઇડ ફેંકી. ફ્રી-હિટ પર પણ અટલે છગ્ગો જડ્યો. પછીની પાંચેય કાયદેસરની બોલ પર પણ સતત છ છગ્ગા ફટકારી દીધા. આમ એક જ ઓવરમાં કુલ 48 રન ઉમેરાયા.
બોલ-ટુ-બોલ અપડેટ:
પ્રથમ બોલ (નો-બોલ): 6 રન + 1 નો-બોલ
ત્યારબાદ 5 વાઇડ: 5 રન
ફ્રી-હિટ: 6 રન
આગામી 5 બોલ: 6, 6, 6, 6, 6
આ રીતે ઓવરમાં કુલ 48 રન બન્યા.
આ વિસ્ફોટક ઇનિંગ દરમિયાન અટલે માત્ર 48 બોલમાં પોતાનું સદી પણ પૂર્ણ કર્યું હતું. તેમણે 56 બોલમાં અણનમ 118 રન બનાવ્યા, જેમાં 7 ચોગ્ગા અને 10 છગ્ગાનો સમાવેશ હતો.
શાહીન હન્ટર્સે 20 ઓવરમાં 6 વિકેટે 213 રન બનાવ્યા હતા. જવાબમાં અબાસિન ડિફેન્ડર્સની ટીમ માત્ર 121 રનમાં ઓલઆઉટ થઈ ગઈ અને શાહીન હન્ટર્સે 92 રને ભવ્ય જીત મેળવી હતી.
આ મેચમાં આમિર જઝાઈએ પોતાના 4 ઓવરમાં 79 રન ખર્ચ્યા હતા, જે બોલર માટે ખૂબ જ નિરાશાજનક આંકડો ગણાય છે. Sediqullah Atalનો એક ઓવરમાં 48 રનનો આ વિશ્વ રેકોર્ડ આજે પણ ક્રિકેટપ્રેમીઓને આશ્ચર્યમાં મૂકી દે છે.




