અમદાવાદમાં યોજાઈ યોગ શિબિર, ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ નાગરિકો સાથે કર્યો યોગાભ્યાસ



અમદાવાદમાં યોજાઈ યોગ શિબિર, ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ નાગરિકો સાથે કર્યો યોગાભ્યાસ



અમદાવાદ : આગામી આંતરરાષ્ટ્રીય યોગ દિવસને ધ્યાનમાં રાખી અમદાવાદના ઓઢવ વિસ્તારમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા વિશાળ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યોગ શિબિરમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ Jagdish Vishwakarma ઉપસ્થિત રહ્યા હતા અને નાગરિકો સાથે યોગાભ્યાસ કર્યો હતો.
આ પ્રસંગે તેમણે ‘સ્વસ્થ કાયા, સશક્ત સમાજ’ના સંકલ્પને વધુ મજબૂત બનાવવા માટે યોગને દૈનિક જીવનનો અભિન્ન ભાગ બનાવવાની અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે નિરોગી અને ઊર્જાવાન જીવન માટે યોગ અત્યંત જરૂરી છે અને દરેક નાગરિકે યોગ અપનાવવો જોઈએ.
કાર્યક્રમ દરમિયાન પ્રદેશ અધ્યક્ષશ્રીએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી Narendra Modiએ ભારતની પ્રાચીન યોગ પરંપરાને વૈશ્વિક સ્તરે પહોંચાડવાનું ભગીરથ કાર્ય કર્યું છે. તેમના પ્રયાસોના પરિણામે 21 જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે માન્યતા મળી છે અને આજે સમગ્ર વિશ્વ યોગના મહત્વને સ્વીકારી રહ્યું છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે યોગ માત્ર કસરત નહીં પરંતુ સ્વસ્થ જીવનશૈલીનું મહત્વપૂર્ણ સાધન છે. યોગ દ્વારા શરીર અને મન બંને સ્વસ્થ રહે છે તેમજ રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો થાય છે. યોગ અંગે વધુમાં વધુ લોકોને માહિતગાર કરી તેને રોજિંદા જીવનનો ભાગ બનાવવા સૌએ પ્રયાસ કરવો જોઈએ.
પ્રદેશ અધ્યક્ષશ્રીએ ગુજરાત સરકારના યોગ ક્ષેત્રે થઈ રહેલા કાર્યની પણ પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી Bhupendra Patelના માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં યોગ શિબિરો અને જનજાગૃતિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.
આ ઉપરાંત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજીના યોગદાનની પ્રશંસા કરતાં તેમણે જણાવ્યું હતું કે રાજ્યમાં અનેક યોગ શિક્ષકો તૈયાર કરી નાગરિકોને યોગના ફાયદા વિશે જાગૃત કરવામાં આવી રહ્યા છે.




