UAE પહોંચ્યા PM મોદી: હુમલાની નિંદા કરી, હોર્મુઝ મુદ્દે આપ્યું મોટું નિવેદન



UAE પહોંચ્યા PM મોદી: હુમલાની નિંદા કરી, હોર્મુઝ મુદ્દે આપ્યું મોટું નિવેદન



PM Modi UAE Visit 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના પાંચ દેશોના વિદેશ પ્રવાસના પ્રથમ તબક્કામાં આજે United Arab Emiratesની રાજધાની અબુ ધાબી પહોંચ્યા હતા. એરપોર્ટ પર UAEના ઉચ્ચ અધિકારીઓએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું અને તેમને ગાર્ડ ઓફ ઑનર પણ આપવામાં આવ્યું હતું. અબુ ધાબીમાં UAEના રાષ્ટ્રપતિશેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન સાથે PM મોદીની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન બંને દેશો વચ્ચે ઊર્જા, રોકાણ, રક્ષા અને વ્યૂહાત્મક સહકાર જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી.
UAE પર થયેલા હુમલાની PM મોદીએ કરી નિંદા
પીએમ મોદીએ UAE પર થયેલા હુમલાની કડક નિંદા કરતાં જણાવ્યું કે આવા હુમલા કોઈપણ રીતે સ્વીકાર્ય નથી. તેમણે કહ્યું કે ભારત UAE સાથે મજબૂતીથી ઉભું છે અને દરેક સંજોગોમાં સહયોગ માટે તૈયાર છે. PM મોદીએ કહ્યું કે UAEએ આ મુશ્કેલ સમયમાં સંયમ દાખવ્યો છે અને ત્યાં વસતા ભારતીયોની સુરક્ષા અને સંભાળ માટે ભારત UAE સરકારનો આભાર માને છે.
હોર્મુઝ સ્ટ્રેટ ખુલ્લો રાખવા પર ભાર
વડાપ્રધાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખુલ્લો રાખવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો. પશ્ચિમ એશિયાના વધતા તણાવ વચ્ચે આ જળમાર્ગ વૈશ્વિક વેપાર અને તેલ પુરવઠા માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. PM મોદીએ કહ્યું કે ભારત વિશ્વમાં શાંતિ, સ્થિરતા અને સહકાર માટે પ્રતિબદ્ધ છે.
ભારત-UAE વચ્ચે થયા મોટા કરાર
આ મુલાકાત દરમિયાન ભારત અને UAE વચ્ચે અનેક મહત્વપૂર્ણ કરારો થયા હતા. બંને દેશો વચ્ચે સામરિક રક્ષા ભાગીદારી કરાર પર સહમતી થઈ છે, જેનાથી સૈન્ય સહકાર વધુ મજબૂત બનશે. તે ઉપરાંત વ્યૂહાત્મક પેટ્રોલિયમ રિઝર્વ, LPG સપ્લાય અને ગુજરાતના વાડીનારમાં શિપ રિપેર ક્લસ્ટર સ્થાપવા માટે MoU પર હસ્તાક્ષર થયા હતા. UAE દ્વારા ભારતીય ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્ર તેમજ RBL બેંક અને સન્માન કેપિટલમાં કુલ 5 અબજ અમેરિકન ડોલરનું રોકાણ કરવાની જાહેરાત પણ કરવામાં આવી છે.
સોશિયલ મીડિયા પર વ્યક્ત કર્યો આભાર
PM મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર UAEના રાષ્ટ્રપતિ સાથેની તસવીર શેર કરી અને તેમના ભવ્ય સ્વાગત બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. rupin.bakraniya@growthnownews.com



