UAE પહોંચ્યા PM મોદી: હુમલાની નિંદા કરી, હોર્મુઝ મુદ્દે આપ્યું મોટું નિવેદન
PM Modi UAE Visit 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના પાંચ દેશોના વિદેશ પ્રવાસના પ્રથમ તબક્કામાં આજે United Arab Emiratesની રાજધાની અબુ ધાબી પહોંચ્યા હતા. એરપોર્ટ પર UAEના ઉચ્ચ અધિકારીઓએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું અને તેમને ગાર્ડ ઓફ ઑનર પણ આપવામાં આવ્યું હતું. અબુ ધાબીમાં UAEના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન સાથે PM મોદીની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન બંને દેશો વચ્ચે ઊર્જા, રોકાણ, રક્ષા અને વ્યૂહાત્મક સહકાર જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી.
Rupin Bakraniya