Get News Alerts

Never miss breaking news updates.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સ્ટેટ મોનીટરીંગ સેલના કેસમાં વોન્ટેડ આરોપી 468 ગ્રામ મેફેડ્રોન સાથે ઝડપાયો

અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચને ચોક્કસ બાતમી મળી હતી કે દાણીલીમડાના અલ-ફ્લાહ એપાર્ટમેન્ટમાં એક શખ્સ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો રાખી વેચાણ કરી રહ્યો છે. બાતમીના આધારે તા. 6 મે 2026ના રોજ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ફ્લેટ નંબર B/2, અલ-ફ્લાહ એપાર્ટમેન્ટ, હબીબ કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી, બેરલ માર્કેટ નજીક દરોડો પાડ્યો હતો.
Rahul Desai
Rahul DesaiUpdated on: 07 May 2026 02:30 PM IST
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સ્ટેટ મોનીટરીંગ સેલના કેસમાં વોન્ટેડ આરોપી 468 ગ્રામ મેફેડ્રોન સાથે ઝડપાયોઅમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સ્ટેટ મોનીટરીંગ સેલના કેસમાં વોન્ટેડ આરોપી 468 ગ્રામ મેફેડ્રોન સાથે ઝડપાયો

અમદાવાદ: શહેર ક્રાઈમ બ્રાન્ચે ડ્રગ્સ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરતાં સ્ટેટ મોનીટરીંગ સેલના કરોડોના મેફેડ્રોન કેસમાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો છે. ક્રાઈમ બ્રાન્ચે દાણીલીમડા વિસ્તારમાં રેઇડ કરીને આરોપી પાસેથી 468.640 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સહિત કુલ ₹14.63 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

મળતી માહિતી મુજબ, અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચને ચોક્કસ બાતમી મળી હતી કે દાણીલીમડાના અલ-ફ્લાહ એપાર્ટમેન્ટમાં એક શખ્સ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો રાખી વેચાણ કરી રહ્યો છે. બાતમીના આધારે તા. 6 મે 2026ના રોજ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ફ્લેટ નંબર B/2, અલ-ફ્લાહ એપાર્ટમેન્ટ, હબીબ કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી, બેરલ માર્કેટ નજીક દરોડો પાડ્યો હતો.

દરોડા દરમિયાન પોલીસે આરોપી નોમાન હબીબમિયા શેખ (ઉ.વ. 27)ને ઝડપી પાડ્યો હતો. આરોપી હાલ દાણીલીમડા તેમજ જુહાપુરા વિસ્તારમાં રહેતો હોવાનું સામે આવ્યું છે. તપાસ દરમિયાન તેના કબ્જાવાળા ફ્લેટમાંથી 468.640 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ, 6 મોબાઈલ ફોન, વજનકાંટો, પ્લાસ્ટિક ડબ્બો અને રોકડ રકમ મળી કુલ ₹14,63,320નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું છે કે આરોપી અગાઉ સ્ટેટ મોનીટરીંગ સેલમાં નોંધાયેલા 289.770 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના કેસમાં વોન્ટેડ હતો. આરોપીએ છેલ્લા દોઢ મહિનાથી ભાડે ફ્લેટ રાખી ત્યાંથી મેફેડ્રોન ડ્રગ્સનો વેપાર શરૂ કર્યો હોવાનું પણ કબૂલ્યું છે.

આ મામલે DCB પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટની કલમ 8(C), 22(C) અને 29 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

પોલીસ તપાસમાં આરોપીનો લાંબો ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો છે. તેના વિરુદ્ધ સરખેજ અને વેજલપુર પોલીસ સ્ટેશનમાં મારામારી, લૂંટ, ચોરી અને અન્ય ગુનાઓના અનેક કેસ નોંધાયેલા હોવાનું બહાર આવ્યું છે. હાલમાં પોલીસે આરોપીના નેટવર્ક અને ડ્રગ્સ સપ્લાય ચેઇન અંગે વધુ તપાસ શરૂ કરી છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.