Get News Alerts

Never miss breaking news updates.

વડોદરાના ક્રિકેટરની કમાલ, નિનાદ રાઠવાએ 52 બોલમાં 137 રન ફટકાર્યા

વડોદરા: વડોદરાની ક્રિકેટ જગતમાં એક નવી ઐતિહાસિક ક્ષણ સર્જાઈ છે. કિરણ મોરે T20 શ્રૃંખલામાં એલેમ્બિક વોરિયર્સના કેપ્ટન અને રિલાઇન્સ ટીમમાંથી રમતા વાઇસ કેપ્ટન ઓલરાઉન્ડર નિનાદ રાઠવાએ માત્ર 52 બોલમાં અણનમ 137 રન ફટકારીને સૌને આશ્ચર્યચકિત કરી દીધા છે.
Admin
AdminUpdated on: 02 May 2026 08:17 PM IST
વડોદરાના ક્રિકેટરની કમાલ, નિનાદ રાઠવાએ 52 બોલમાં 137 રન ફટકાર્યાવડોદરાના ક્રિકેટરની કમાલ, નિનાદ રાઠવાએ 52 બોલમાં 137 રન ફટકાર્યા

વડોદરા: વડોદરાની ક્રિકેટ જગતમાં એક નવી ઐતિહાસિક ક્ષણ સર્જાઈ છે. કિરણ મોરે T20 શ્રૃંખલામાં એલેમ્બિક વોરિયર્સના કેપ્ટન અને રિલાઇન્સ ટીમમાંથી રમતા વાઇસ કેપ્ટન ઓલરાઉન્ડર નિનાદ રાઠવાએ માત્ર 52 બોલમાં અણનમ 137 રન ફટકારીને સૌને આશ્ચર્યચકિત કરી દીધા છે. 

આ ઇનિંગ્સમાં નિનાદે 12 સિક્સર અને 10 ફોર ફટકારી હતી. 263થી વધુની સ્ટ્રાઇક રેટ સાથેની આ તોફાની બેટિંગ વડોદરાની ક્રિકેટમાં અત્યાર સુધીની શ્રેષ્ઠ T20 ઇનિંગ્સમાંની એક ગણાઈ રહી છે.

નિનાદ રાઠવા પહેલેથી જ બરોડા પ્રીમિયર લીગના વિજેતા કેપ્ટન તરીકે જાણીતા છે. તેમણે ફરી એકવાર પોતાની લીડરશિપ અને વિસ્ફોટક બેટિંગ ક્ષમતાનું પ્રમાણ આપ્યું છે. નિનાદે પોતાના ડેબ્યુમાં જ ઓડિશા સામે નવમા ક્રમાંકે બેટિંગ કરી સદી ફટકારી હતી.

નિનાદની આ ઇનિંગ્સ વડોદરાના ક્રિકેટ પ્રેમીઓ વચ્ચે ચર્ચાનો વિષય બની ગઈ છે. સ્થાનિક ક્રિકેટના ઘરઆંગણામાંથી હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા પછી વધુ એક ઓલરાઉન્ડર અને કેપ્ટન તરીકે નિનાદ રાઠવા ઉભા થયા છે, જે વડોદરાની ક્રિકેટને નવી ઊંચાઈઓ તરફ લઈ જવાની ક્ષમતા ધરાવે છે.
 
AUTHOR
Admin

Admin

Author details are not available.