ધોરણ 12નું પરિણામ 4 મેના રોજ સવારે 10 વાગ્યે જાહેર થશે



AI Image
ધોરણ 12નું પરિણામ 4 મેના રોજ સવારે 10 વાગ્યે જાહેર થશે



AI Image
અમદાવાદ: Gujarat Secondary and Higher Secondary Education Board દ્વારા ધોરણ 12 સાયન્સ, કોમર્સ અને આર્ટસ સહિત વિવિધ પ્રવાહોના પરિણામો સોમવાર, 4 મે 2026ના રોજ સવારે 10 વાગ્યે જાહેર કરવામાં આવશે. ફેબ્રુઆરી-માર્ચ દરમિયાન યોજાયેલી પરીક્ષાનું પરિણામ જાણવા માટે વિદ્યાર્થીઓ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે.
બોર્ડ દ્વારા વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી તેમજ ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહના પરિણામો એકસાથે જાહેર કરાશે. આ સાથે GUJCET-2026 અને સંસ્કૃત મધ્યમા પરીક્ષાના પરિણામો પણ જાહેર કરવામાં આવશે.
વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ બોર્ડની સત્તાવાર વેબસાઇટ www.gseb.org પર જઈને ચેક કરી શકશે. ઉપરાંત, વોટ્સએપ દ્વારા પણ પરિણામ મેળવવાની સુવિધા આપવામાં આવી છે. વિદ્યાર્થીઓએ પોતાનો બેઠક ક્રમાંક 6357300971 નંબર પર મોકલવાથી તેમને વોટ્સએપ પર જ પરિણામ મળી જશે.
બોર્ડ દ્વારા આ વ્યવસ્થા અમલમાં મુકાતા વિદ્યાર્થીઓને સરળ અને ઝડપી રીતે પરિણામ મેળવવામાં મદદ મળશે.




