Get News Alerts

Never miss breaking news updates.

અમદાવાદ AMCમાં નવા હોદ્દેદારોની જાહેરાતનો માહોલ ગરમ, ભાજપ પ્રમુખ કવર લઈને પહોંચ્યા

અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ નવા હોદ્દેદારોના નામોના બંધ કવર લઈને AMC ઓફિસે પહોંચ્યા હતા. ભાજપના કોર્પોરેટરો અને નેતાઓમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. મોટાભાગના કોર્પોરેટરો AMTS બસમાં એકસાથે AMC પહોંચ્યા હતા, જેના કારણે રાજકીય માહોલમાં અનોખી ઝલક જોવા મળી હતી.
Rahul Desai
Rahul DesaiUpdated on: 26 May 2026 10:12 AM IST
અમદાવાદ AMCમાં નવા હોદ્દેદારોની જાહેરાતનો માહોલ ગરમ, ભાજપ પ્રમુખ કવર લઈને પહોંચ્યાઅમદાવાદ AMCમાં નવા હોદ્દેદારોની જાહેરાતનો માહોલ ગરમ, ભાજપ પ્રમુખ કવર લઈને પહોંચ્યા

અમદાવાદ: અમદાવાદ મહાનગરપાલિકામાં આજે નવા મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના હોદ્દેદારોના નામોની સત્તાવાર જાહેરાત થવાની છે. રાજ્યભરની મહાનગરપાલિકાઓમાં શરૂ થયેલી નવી ટીમની પસંદગી પ્રક્રિયા વચ્ચે અમદાવાદમાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચી ગયો છે. કોર્પોરેશનમાં આજે નવા નેતૃત્વને લઈને ભારે ઉત્સુકતા અને ગતિવિધિઓ જોવા મળી રહી છે.

અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ નવા હોદ્દેદારોના નામોના બંધ કવર લઈને AMC ઓફિસે પહોંચ્યા હતા. ભાજપના કોર્પોરેટરો અને નેતાઓમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. મોટાભાગના કોર્પોરેટરો AMTS બસમાં એકસાથે AMC પહોંચ્યા હતા, જેના કારણે રાજકીય માહોલમાં અનોખી ઝલક જોવા મળી હતી.

બીજી તરફ વેજલપુર વોર્ડના કોર્પોરેટર જુલી ચૌહાણ સાઇકલ લઈને AMC ઓફિસે પહોંચતા સૌનું ધ્યાન તેમની તરફ ખેંચાયું હતું. સાદગીભર્યા અંદાજમાં સાઇકલ પર પહોંચેલા જુલી ચૌહાણ ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા.

પ્રદેશ ભાજપ દ્વારા મહાનગરપાલિકાઓને સત્તાવાર મેન્ડેટ મોકલવામાં આવી રહ્યા છે. ત્યારબાદ સામાન્ય સભામાં નવા હોદ્દેદારોના નામ જાહેર કરવામાં આવશે. છેલ્લા કેટલાક દિવસોથી વિવિધ દાવેદારો અને જૂથો વચ્ચે લોબિંગ પણ તેજ બન્યું હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.

અમદાવાદમાં આજે મેયર, ડેપ્યુટી મેયર સહિતના પાંચ મહત્વપૂર્ણ હોદ્દાઓ પર કોના નામ પર મહોર લાગે છે તેના પર સૌની નજર ટકેલી છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.