પાકિસ્તાનમાં પોલિયો વેક્સિનેશન ટીમ પર આતંકી હુમલો



AI Image
પાકિસ્તાનમાં પોલિયો વેક્સિનેશન ટીમ પર આતંકી હુમલો



AI Image
પાકિસ્બતાન લૂચિસ્તાનમાં વેક્સિનેશન ટીમની સુરક્ષામાં રહેલા પોલીસકર્મી પર ફાયરિંગ પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં પોલિયો વેક્સિનેશન ટીમ પર ફરી હુમલાની ઘટના સામે આવી છે. ચમન જિલ્લાના ઇશાકજઈ કિલ્લા વિસ્તારમાં અજાણ્યા હુમલાખોરોએ પોલિયો ટીમની સુરક્ષામાં તૈનાત પોલીસકર્મી પર ફાયરિંગ કર્યું હતું. ઘટનામાં પોલીસ અધિકારી ગંભીર રીતે ઘાયલ થયો છે, જ્યારે પોલિયો ટીમના અન્ય સભ્યો સુરક્ષિત હોવાનું જણાવાયું છે.
અજાણ્યા હુમલાખોરોએ ચલાવી ગોળીઓ
હુમલા બાદ વિસ્તારમાં વધારાનો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
પાકિસ્તાની અખબાર ‘ડોન’ના અહેવાલ મુજબ રવિવારે થયેલા આ હુમલા બાદ ઘાયલ પોલીસકર્મીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સુરક્ષા એજન્સીઓએ પોલિયો ટીમને તરત જ સલામત સ્થળે પહોંચાડી હતી. સાથે જ સમગ્ર વિસ્તારમાં વધારાનો પોલીસ બંદોબસ્ત ગોઠવી સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.
પાકિસ્તાનમાં પોલિયો અભિયાન પર સતત ખતરો
ખૈબર પખ્તૂનખ્વા અને બલૂચિસ્તાનમાં વારંવાર થાય છે હુમલા
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વિશ્વના એવા બે દેશો છે જ્યાં હજુ પણ વાઇલ્ડ પોલિયો વાયરસના કેસ નોંધાઈ રહ્યા છે. ખાસ કરીને ખૈબર પખ્તૂનખ્વા અને બલૂચિસ્તાનમાં પોલિયો અભિયાન સાથે જોડાયેલા કર્મચારીઓ અને સુરક્ષાકર્મીઓ પર વારંવાર હુમલાઓ થતા રહ્યા છે.
મે મહિનામાં પણ બે પોલીસકર્મીઓ માર્યા ગયા હતા
બાજૌર જિલ્લામાં અલગ-અલગ હુમલામાં થઈ હતી હત્યા
18 મેના રોજ ખૈબર પખ્તૂનખ્વાના બાજૌર જિલ્લામાં પોલિયો વેક્સિનેશન ટીમને સુરક્ષા આપી રહેલા બે પોલીસકર્મીઓની અલગ-અલગ હુમલામાં મોત થયા હતા. ‘જિયો ન્યૂઝ’ના અહેવાલ અનુસાર સલારજઈના તબ્બાઈ અને દાગ કિલ્લા વિસ્તારમાં અજાણ્યા હુમલાખોરોએ પોલિયો ટીમોને નિશાન બનાવી ગોળીબાર કર્યો હતો.
એપ્રિલમાં પણ થયો હતો જીવલેણ હુમલો
હંગૂ જિલ્લામાં પોલીસ પાર્ટી પર ફાયરિંગમાં એક કોન્સ્ટેબલનું મોત
આ પહેલાં એપ્રિલ મહિનામાં ખૈબર પખ્તૂનખ્વાના હંગૂ જિલ્લામાં પોલિયો ટીમોને સુરક્ષા આપવા જઈ રહેલી પોલીસ પાર્ટી પર હુમલો થયો હતો. 13 એપ્રિલે થલ તહસીલ વિસ્તારમાં ચાલતા પોલિયો અભિયાન દરમિયાન થયેલા આ હુમલામાં એક પોલીસ કોન્સ્ટેબલનું મોત થયું હતું, જ્યારે ચાર અન્ય પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા.
ફેબ્રુઆરીમાં પણ ચમનમાં બની હતી આવી ઘટના
પોલિયો ટીમ સાથે રહેલા પોલીસ અધિકારીની થઈ હતી હત્યા
ફેબ્રુઆરી મહિનામાં પણ બલૂચિસ્તાનના ચમન જિલ્લામાં પોલિયો વેક્સિનેશન ટીમ સાથે રહેલા એક પોલીસ અધિકારીની અજાણ્યા હુમલાખોરોની ગોળીબારમાં મોત થઈ હતી. પાકિસ્તાનમાં પોલિયો અભિયાન સામે આતંકી હુમલાઓ સતત વધતા જતા આરોગ્ય વિભાગ અને સુરક્ષા એજન્સીઓ માટે મોટી ચિંતા બન્યા છે.




