પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં પોલિયો વેક્સિનેશન ટીમ પર ફરી હુમલાની ઘટના સામે આવી છે. ચમન જિલ્લાના ઇશાકજઈ કિલ્લા વિસ્તારમાં અજાણ્યા હુમલાખોરોએ પોલિયો ટીમની સુરક્ષામાં તૈનાત પોલીસકર્મી પર ફાયરિંગ કર્યું હતું. ઘટનામાં પોલીસ અધિકારી ગંભીર રીતે ઘાયલ થયો છે, જ્યારે પોલિયો ટીમના અન્ય સભ્યો સુરક્ષિત હોવાનું જણાવાયું છે.