તાપી LCBની મોટી કાર્યવાહી : શાકભાજીની આડમાં લઈ જવાતો લાખોનો વિદેશી દારૂ ઝડપાયો



તાપી LCBની મોટી કાર્યવાહી : શાકભાજીની આડમાં લઈ જવાતો લાખોનો વિદેશી દારૂ ઝડપાયો



તાપી: તાપી જિલ્લામાં એલસીબીએ બાતમીના આધારે દારૂના મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. પોલીસએ પિકઅપ જીપમાં શાકભાજીની આડમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતા બુટલેગરોમાં ખળભળાટ મચી ગયો છે.
મળતી માહિતી મુજબ મધ્યપ્રદેશથી ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરીને નિઝર મારફતે સુરત લઈ જવાઈ રહ્યો હતો. તે દરમિયાન તાપી જિલ્લા એલસીબીએ ઉચ્છલના સાંકરદા બ્રિજ નીચે નાકાબંધી ગોઠવી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન શંકાસ્પદ પિકઅપ જીપને રોકી ચેકિંગ કરતા શાકભાજીની આડમાં છુપાવેલો દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે સ્થળ પરથી રૂપિયા 8.78 લાખથી વધુનો વિદેશી દારૂ, મોબાઈલ ફોન તેમજ પિકઅપ જીપ મળી કુલ રૂપિયા 11.56 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે.
આ મામલે પોલીસે પિકઅપ ચાલક મધ્યપ્રદેશના લોકેશ માલીવાડ અને ક્લીનર મોતિયા ગિરવાલની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે. જ્યારે વિદેશી દારૂ મોકલનાર મધ્યપ્રદેશના શોભારામ મસ્કરેને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ હાથ ધરી છે.
તાપી એલસીબીની આ કાર્યવાહીથી દારૂના ગેરકાયદેસર વેપાર સાથે જોડાયેલા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.




