તાપી જિલ્લામાં દારૂના ગેરકાયદેસર વેપાર સામે એલસીબીએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. બાતમીના આધારે પોલીસે શાકભાજીની આડમાં પિકઅપ જીપ મારફતે લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.