અમરેલીમાં રિસોર્ટમાં મોટી ચોરી: દીવાલ કૂદી તસ્કર ઘૂસ્યો, 11.5 લાખના દાગીના અને રોકડ ઉઠાવી ફરાર



અમરેલીમાં રિસોર્ટમાં મોટી ચોરી: દીવાલ કૂદી તસ્કર ઘૂસ્યો, 11.5 લાખના દાગીના અને રોકડ ઉઠાવી ફરાર



અમરેલી: Amreli જિલ્લાના Dhari નજીક આવેલા એક રિસોર્ટમાં ચોરીની મોટી ઘટના સામે આવી છે. ફન રિસોર્ટ એન્ડ હોટેલમાં તસ્કરે દીવાલ કૂદી અંદર પ્રવેશ કરી મહેમાનના રૂમમાંથી લાખો રૂપિયાના દાગીના અને રોકડ ચોરી કરી ફરાર થઈ ગયો છે.
મળતી માહિતી મુજબ, રિસોર્ટમાં લગ્ન પ્રસંગમાં હાજરી આપવા આવેલા મહેમાનના રૂમને નિશાન બનાવવામાં આવ્યો હતો. તસ્કર રૂમમાં ઘૂસી અંદાજે રૂ. 11.5 લાખના સોનાચાંદીના દાગીના તેમજ રોકડ લઈને ફરાર થઈ ગયો હતો. આ ઘટના રિસોર્ટની સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર સવાલો ઊભા કરે છે.
આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેમાં તસ્કર દીવાલ કૂદીને અંદર પ્રવેશતો જોવા મળે છે. ઘટનાની જાણ થતાં ધારી પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે.
પોલીસ દ્વારા CCTV ફૂટેજના આધારે આરોપીની ઓળખ કરી તેને ઝડપી પાડવા માટે શોધખોળ તેજ કરવામાં આવી છે.




