Get News Alerts

Never miss breaking news updates.

અમદાવાદમાં કરોડોનો દારૂ ઝડપાયો! પતંજલીના બોક્સમાં ચાલતી હતી હેરાફેરી

અમદાવાદમાં સરખેજ પોલીસે દારૂની હેરાફેરી સામે મોટી કાર્યવાહી કરતાં પતંજલીના કાર્ટૂન બોક્સ અને લોટના કટ્ટાની આડમાં છુપાવવામાં આવેલ અંદાજે 1 કરોડથી વધુનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પંજાબથી લાવવામાં આવેલ આ જથ્થા સાથે પોલીસે એક આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 10 May 2026 01:44 PM IST
અમદાવાદમાં કરોડોનો દારૂ ઝડપાયો! પતંજલીના બોક્સમાં ચાલતી હતી હેરાફેરીઅમદાવાદમાં કરોડોનો દારૂ ઝડપાયો! પતંજલીના બોક્સમાં ચાલતી હતી હેરાફેરી

અમદાવાદ: રાજ્યમાં દારૂબંધી વચ્ચે અમદાવાદના સરખેજ પોલીસે મોટી કાર્યવાહી કરતાં કરોડો રૂપિયાના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસએ એસપી રીંગ રોડ પાસે ટ્રકમાં છુપાવીને લાવવામાં આવેલ દારૂનો જથ્થો ઝડપી પાડતા દારૂની હેરાફેરીનો મોટો પર્દાફાશ થયો છે.

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે પંજાબથી દારૂનો જથ્થો અમદાવાદ લાવવામાં આવી રહ્યો હતો. આરોપીઓએ પોલીસની આંખમાં ધૂળ નાંખવા માટે ટ્રકમાં પતંજલીના કાર્ટૂન બોક્સ તેમજ લોટના કટ્ટાની આડમાં દારૂ છુપાવ્યો હતો. જોકે સરખેજ પોલીસની સતર્કતાના કારણે આખું કૌભાંડ બહાર આવ્યું હતું.

પોલીસે ટ્રકમાંથી કુલ 5088 દારૂની બોટલ અને 4536 બીયર ટીન મળી કુલ 9624 નંગનો જથ્થો જપ્ત કર્યો છે. જપ્ત કરાયેલા દારૂની કિંમત અંદાજે 76.56 લાખ રૂપિયા હોવાનું સામે આવ્યું છે. ટ્રક સહિત કુલ 1.1 કરોડ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો છે.

આ કેસમાં પોલીસે આરોપી વગતારામ બેનીવાલની ધરપકડ કરી છે. હાલ સરખેજ પોલીસ દ્વારા દારૂ ક્યાં પહોંચાડવાનો હતો અને આ રેકેટમાં અન્ય કોણ-કોણ સામેલ છે તે દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.